
દાહોદમાં આજે ભગવાન શ્રીજગન્નાથજીની ભવ્ય રથયાત્રા ધામધૂમથી નીકળશે
રથયાત્રા સમિતિ તેમજ દાહોદ જિલ્લા પોલીસ દ્રારા તમામ તૈયારીઓને પૂર્ણ કરાઈ
પોલીસના 10 જુદા-જુદા સ્કવોડમાં 523 જેટલા પોલીસ કર્મીઓ આ રથયાત્રામાં તૈનાત રહેશે
ભગવાનની આરતી ઉતારી બાદમાં પહિન્દવિધિ કર્યા બાદ મહાનુભાવો દોરડો ખેંચી રથયાત્રાને પ્રસ્થાન કરાવશે
દાહોદ તા.19
દાહોદમાં આજે ભગવાન શ્રી જગન્નાથજી ભાઈ બલરામ તેમજ બહેન સુભદ્રા સાથે નગર ચર્યાએ નીકળવાના છે શહેરના હનુમાન બજાર ખાતે આવેલા રણછોડરાય મંદિર ખાતેથી વહેલી સવારે દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોર રાજ્યકક્ષાના મંત્રી બચુભાઈ ખાબડ દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી કલેક્ટર ડૉ હર્ષિત ગોસાવી જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ પોલીસ અધિક્ષક બલરામ મીણા ASP જગદીશ બાંગરવા નગર પાલિકા પ્રમુખ રીના પંચાલ તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્તિથીમાં ભગવાનની આરતી ઉતારી પહિન્દ વિધિ કર્યા બાદ દોરડો ખેંચી આ રથયાત્રાની શરૂઆત કરવામાં આવશે જે બાદ આ રથયાત્રા રણછોડરાય મંદિરથી નીકળી APMC ગેટ બહારપુરા પડાવ નેતાજી
બજાર દોલતગંજ બજાર સોનિવાડ ખાતેના મંદિરે મોસાળમાં 1 કલાકના વિશ્રામ બાદ ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રા ફરીથી નગર ચર્યાએ નીકળશે જેમાં મંડાવ ચોકડી ગોવિંદનગર માણેક ચોક ભગિની સમાજ તળાવ ચોક એમજીરોડ થઈ ગાંધીચોક થઈ હનુમાન બજાર ખાતે આવેલા નિજ મંદિરે પરત ફરશે આ સમગ્ર રથયાત્રાના રૂટ પર સેવાભાવી ભક્તો દ્રારા ખાણી પીણીના સ્ટોલ પણ લગાવવામાં આવશે જેમાં ઠેર ઠેર સ્વાગત પણ કરવામાં આવશે તેમાંય મુસ્લિમ અને વ્હોરા સમાજ દ્રારા પણ ઉમળકાભેર સ્વાગત કરવામાં આવશે તો બીજી તરફ પ્લાસ્ટિકથી પર્યાવરણને નુકશાન પહોંચતું હોવાથી આ વખતે રથયાત્રા દરમિયાન પ્લાસ્ટિકની જગ્યાએ કાગળ બનાવટની પ્લેટો ગ્લાસોમાં ખાણી પીણીની વસ્તુ પીરસવા માટે ભાર મુકવામાં આવ્યો છે
રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે પોલીસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ફાળવ્યો
દાહોદમાં આમતો તમામ ધાર્મિક તહેવારો કોમી એકતા તેમજ શાંતિ પૂર્ણ માહોલમાં ઉજવાય છે તેમાંય ખાસ કરીને રથયાત્રામાં તો મુસ્લિમ અને વહોરા સમાજ દ્રારા સ્વાગત પણ કરવામાં આવે છે જે કોમી એકતાની અનોખી મિશાલ પણ છે જોકે રથયાત્રા દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય રહે તેમજ રથયાત્રા શાંતિ પૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે દાહોદ પોલીસ દ્રારા 523 જેટલા પોલીસ કર્મીઓની ફોજ આ રથયાત્રાના બંદોબસ્તમાં ફાળવી દેવામાં આવી છે જેમાં ફિક્સ પોઇન્ટ ટ્રાફિક પોઇન્ટ શોભાયાત્રા સાથે પૂસીન્ગ સ્કવોડ ધાબા પોઇન્ટ ડીપ પોઇન્ટ મોર્ચા સ્કવોડ મોબાઈલ પેટ્રોલિંગ પોલીસ સ્ટેશન ખાતે રિઝર્વ પોલીસ કર્મીઓ સહીત જુદી જુદી સ્કવોડની રચના કરવામાં આવી છે જેમાં 1 ASP 2 PI 15 PSI 186 પોલીસ કર્મીઓ 19 SRP ના જવાનો 55 તાલીમાર્થી LRD ના જવાનો 144 હોમગાર્ડ તેમજ 101 જેટલા TRB જવાનો મળી કુલ 523 જેટલા પોલીસ કર્મીઓના શિરે રથયાત્રા સંપન્ન કરાવવાની જવાબદારી રહેશે