ઈલ્યાસ શેખ:- સંતરામપુર..
સંતરામપુર તાલુકાના બાબરી ગામે પરણીતાને ભગાડી જવાની અદાવત રાખીને મકાનમાં આગ ચાપનાર ૧૫ ઈસમો સામે નામજોગ ગુનો નોંધાયો…
સંતરામપુર તાલુકાના બાબરી ગામે પરણીતાને ભગાડી જવાની અદાવત રાખીને મકાન સળગાવી નાખતા 15 ઇસોમો સામે પોલીસે ગુનો દાખલ કરીને અટકાયત કરી છે.
સંતરામપુર તા..૦૬
સંતરામપુર તાલુકાના બાબરી ગામે ફરિયાદી શંકરભાઈ સરદારભાઈ વડવાઈ ડુંગરાભિત ફળિયામાં રહેતા ફરિયાદીના ઘરે જઈને 15 જણા એક સંઘ કરી મંડળી રચીને ઘર આંગણે જોર જોરથી બૂમ બરોડા કરતા અને અને કહેવા લાગતા કે તમારો છોકરો વિપુલ અમારી વહુ ઈલાને લઈ ગયેલો જેના સંવાદના રૂપિયા તમે અમને કેમ આપ્યા નથી તેમ કહીને 15 જણા ભેગા થઈને મકાન સળગાવી નાખેલું હતું અને ધ્યાનથી મારી નહીં કહેવાનું ધમકી આપેલી હતી. આરોપીના ઘરની અંદર અનાજ અને મોટા પ્રમાણે ઘરવખરી સામાનો અને ચાંદીની રકમ કુલ મળીને ત્રણ લાખનો નુકસાન કર્યું હતું. ફરિયાદીએ સંતરામપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જ સંતરામપુરના પી.આઈ અને પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચીને 15 કિસ્સો સામે ગુનો દાખલ કરીને તેમની અટકાયત કરવામાં આવેલી હતી પીન્ટુભાઇ રૂમાલભાઈ સંગાડા ઈશ્વરભાઈ રૂમાલભાઈ સંગાડા કાળુભાઈ રૂમાલભાઈ સંગાડા રૂમાલભાઈ પુંજાભાઈ સંગાડા નાનાભાઈ ચમનભાઈ સંગાડા પુનાભાઈ ચમનભાઈ સંગાડા રામાભાઇ તાસુભાઈ સંગાડા રાયસીંગભાઇ મોગીભાઈ સંગાડા બીપીનભાઈ મૂળજીભાઈ સંગાડા મોહનભાઈ સંગાડા ચીમનભાઈ મસુરભાઈ સંગાડા કમલેશભાઈ મોતીભાઈ મુનિયા છગનભાઈ મોઘજીભાઈ સંગાડા દિલીપભાઈ સુરેશભાઈ સંગાડા રામસિંગભાઈ માલજીભાઇ સંગાડા આ તમામનો ઈસોમો સામે પોલીસે ગુનો દાખલ કરીને અટકાયત કરેલી હતી અને વધુ તપાસ હાથ ધરવામાં આવેલી હતી જ્યારે આજરોજ નામદાર કોર્ટમાં તેમને રજૂ કરતા તેમના જામીન અરજીઓના મંજૂર થયા હતા. આ રીતે ખોટી રીતે મન ફાવે તેમ ગુનાઓ કરતા જાય અને કાયદો અને હાથમાં લેતા પોલીસે તાત્કાલિક 15 વ્યક્તિઓ વિરૂદ્ધ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.