
કલ્પેશ શાહ : – સિંગવડ
આમ આદમી પાર્ટીના છત્તીસગઢના પ્રભારી નરેશભાઈ બારીયાનું તેમના વતન મંડેર ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું…
સિંગવડ તા.૦૬
દાહોદ જિલ્લાના આમઆદમી પાર્ટીના ઇન્ચાર્જ અને લીમખેડા વિધાનસભાના આપ પાર્ટીના ઉમેદવાર નરેશભાઈ બારીયા ને છત્તીસગઢમાં વિધાનસભાની ચૂંટણી આવવાની હોય તેના માટે આમ આદમી પાર્ટી દ્વારા તેમને છત્તીસગઢના પ્રભારી બનાવવામાં આવ્યા હતા ત્યારે નરેશભાઈ દ્વારા છત્તીસગઢના પ્રવાસ 15 થી 20 દિવસ રહીને આવ્યા જ્યારે નરેશભાઈ બારીયા છત્તીસગઢના પ્રવાસેથી પરત ફરતાઆપ પાર્ટી લીમખેડા વિધાનસભાના કાર્યકરો દ્વારા તેમનું તેમના ગામ મંડેર ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જેમાં લીમખેડા વિધાનસભાના આપના કાર્યકર્તા ભેગા થઈને ફટાકડા ફોડીને ફુલ મારા પહેરાવીને તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે જેમાં આપ ના 500 થી 700 જેટલા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.