Thursday, 25/07/2024
Dark Mode

ત્રણ દિવસ અગાઉ મહુડીમાં લુંટ વીથ મર્ડર બનાવમાં ચોંકાવનારા ખુલાસો:પ્રેમ સંબંધમાં ખેલાયો ખૂની ખેલ.. પતિએ પ્રેમ સંબંધમાં આડખીલી રૂપ બનતી પત્નીને ગળું દબાવી મોતને ઘાટ ઉતાર્યા બાદ લૂંટ વીથ મર્ડરનો તરકટ રચ્યો..

June 6, 2023
        749
ત્રણ દિવસ અગાઉ મહુડીમાં લુંટ વીથ મર્ડર બનાવમાં ચોંકાવનારા ખુલાસો:પ્રેમ સંબંધમાં ખેલાયો ખૂની ખેલ..  પતિએ પ્રેમ સંબંધમાં આડખીલી રૂપ બનતી પત્નીને ગળું દબાવી મોતને ઘાટ ઉતાર્યા બાદ લૂંટ વીથ મર્ડરનો તરકટ રચ્યો..

 

ત્રણ દિવસ અગાઉ મહુડીમાં લુંટ વીથ મર્ડર બનાવમાં ચોંકાવનારા ખુલાસો:પ્રેમ સંબંધમાં ખેલાયો ખૂની ખેલ..

પતિએ પ્રેમ સંબંધમાં આડખીલી રૂપ બનતી પત્નીને ગળું દબાવી મોતને ઘાટ ઉતાર્યા બાદ લૂંટ વીથ મર્ડરનો તરકટ રચ્યો..

એલસીબી પોલીસે ડોગ સ્કવોડની મદદથી ગુનાનો ભેદ ઉકેલ્યો…

પોલિસે બંને આરોપી દબોચ્યો: બંને પ્રેમી જોડા ચાર સંતાનોના માતા-પિતા.

દાહોદ તા.૦૬

ત્રણ દિવસ અગાઉ મહુડીમાં લુંટ વીથ મર્ડર બનાવમાં ચોંકાવનારા ખુલાસો:પ્રેમ સંબંધમાં ખેલાયો ખૂની ખેલ.. પતિએ પ્રેમ સંબંધમાં આડખીલી રૂપ બનતી પત્નીને ગળું દબાવી મોતને ઘાટ ઉતાર્યા બાદ લૂંટ વીથ મર્ડરનો તરકટ રચ્યો..

ઝાલોદ તાલુકાના મહુડી ગામે બે દિવસ અગાઉ બાઈક ઉપર ઘરે જઈ રહેલા દંપતિને લૂંટારૂ ટોળકીએ સોના ચાંદીની દાગીનાની લૂંટ ચલાવી દંપતી પૈકી પત્નીને ગળું દબાવી હત્યા કરી દીધાના બનાવમાં પોલીસે ગણતરીના કલાકોમાં ગુનાનો ભેદ ઉકેલતા ચોકાવનારો ખુલાસો સામે આવ્યો છે.જેમાં પર સ્ત્રી જોડે સંબંધમાં ચાલી રહેલા પતિએ પ્રેમિકાને પામવા અનૈતિક સંબંધોમાં આડખીલી રૂપ બનતા તેની પત્નીને નિર્જન વિસ્તારમાં ગળું દબાવી ઠંડે કલેજે હત્યા કર્યા બાદ સમગ્ર ગુનાને લૂંટ વિથ મર્ડરમાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ પોલીસે ઘનિષ્ઠ પૂછપરછ તેમજ ડોગ સ્કવોડની મદદથી હત્યાનો ભેદ ઉકેલી પતિ તેમજ પત્નીની હત્યા માટે ઉશ્કેરનાર તેની પ્રેમિકાને પણ ઝડપી પાડી બંને વિરુદ્ધ ગુનો દાખલ કરતા ચકચાર મચી જવા પામી છે.

 

પ્રાપ્ત માહિતી અનુસાર બે દિવસ આગાઉ ઝાલોદ તાલુકાના ધોળાખાખરા ઝાબ ફળિયાનો રેહવાસી શૈલેષ સદાભાઈ ડામોર તેની પત્ની લલીતાબેન જોડે બાઈક પર સુથારવાસા મુકામે ગયો હતો.જ્યાંથી પરત ફરતી વેળાએ મહુડી ગામે લૂંટના ઇરાદે આવેલા લૂંટારૂઓએ પતિને આંતરી સોના ચાંદીના દાગીનાની લૂંટ ચલાવી શૈલેષભાઈની પત્નીની ગળું દબાવી હત્યા કરી દીધી હતી. જે બાદ શૈલેષભાઈ એ તેમના પરિવારજનોને જાણ કરતા સ્થાનિક પોલીસ અને પરિવારજનો શૈલેષભાઈને દવાખાને સારવાર અર્થે લાવ્યા હતા.જે બાદ મહુડી ગામની ઘટના બની હોવાની ઘટનાને સાચું માની જિલ્લા પોલીસવડા બલરામ મીના, દાહોદ ડિવિઝનના એએસપી જગદીશ બાગરવા, ઝાલોદ ડિવિઝનના ડીવાયએસપી પટેલ ,એલ.સી.બી,એસ.ઓ.જી સહિતની તપાસ એજન્સીઓ , તેમજ ચાકલિયા ઝાલોદ તેમજ લીમડી પોલીસ મથકના પી.એસ.આઇ તથા પોલીસ જવાનો ઘટના સ્થળે પહોંચ્યા હતા.અને પ્રાથમિક તપાસમાં જ ફરિયાદી ખોટું બોલી રહ્યો હોવાની થીયરી સામે આવતા પોલીસ શૈલેષ ડામોરના ભાનમાં આવવાની રાહ જોઈ રહી હતી.પરંતુ પોલીસના સવાલોથી બચવા ડોળ કરી રહ્યું હોવાનું પોલીસના ધ્યાનમાં આવતા પોલીસે તબીબો પાસે તમામ રીપોર્ટ કરાવ્યા બાદ ફરિયાદી શેલેશ ડામોર સ્વસ્થ હોવાનુ સામે આવતાં પોલિસે સૈલેશને હોસ્પિટલમાંથી રજા અપાવી લોકલ ક્રાઈમ બ્રાન્ચ મથકે લાવી પૂછપરછ આવનારી ખુલાસો સામે આવ્યો હતો. જેમાં ફરિયાદી શૈલેષ સદાભાઈ ડામોર તેમના જ ગામની ચાર સંતાનોની માતા રસિકાબેન ડામોર જોડે અંકલેશ્વર ખાતે મજુરી કામ દરમિયાન પાંચ વર્ષ પહેલા પ્રેમમાં પડ્યો હતો.અને છેલ્લા પાંચ વર્ષથી પ્રેમ સંબંધમાં રશિકાને પામવાની છેલછા ધરાવતો સૈલેશ પ્રેમ પ્રસંગની જાણ તેની પત્નીને થતા વચ્ચે ઝગડા થયા હતા.જે બાદ અને શૈલેષ વચ્ચે પાંગરેલા પ્રેમમાં આડખીલી બનતી પત્નીને કાયમ માટે હટાવી દેવા માટે બંને વચ્ચે સહમતિ બંધાઈ હતી. જે બાદ પુર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે પ્રેમિકા રસીકાએ શૈલેષને તેની પત્નીને જાનથી મારી નાખવા માટે જણાવ્યું હતું.જે બાદ નક્કી કર્યા મુજબ તેની પત્નીને સુથારવાસા તેના સંબંધીને ત્યાં લઈ ગયો હતો અને ત્યાંથી પરત આવતી ઘડીએ રસ્તામાં મહુડી ગામે અકસ્માત સર્જી તેની પત્નીને મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તે બચી જતા તેની પત્નીનું ગળું દબાવી ઠંડે કલેજે હત્યા કરી દીધી હતી.અને તેના પહેરેલા દાગીના નજીકના ઝાડી ઝાખરામાં ફેંકી દીધા હતા.જે પોલીસ તપાસ દરમિયાન ડોગ સ્કવોડ ની મદદ થી રિકવર કરવામાં આવ્યા હતા. સમગ્ર મામલાની હકીકત બહાર આવતા પોલીસે ફરિયાદી શૈલેષ ડામોર તેમજ તેની પત્ની રસીલાબેન ડામોર ને ઝડપી પાડી બંને વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.

 

*શૈલેષ અને પ્રેમિકા રસીલા વચ્ચે પાંચ વર્ષ પહેલા મજુરી કામ દરમિયાન પાંગરેલો પ્રેમ સબંધ બન્ને પરિવારોની બરબાદીનુ કારણ બન્યું.*

ત્રણ દિવસ અગાઉ મહુડીમાં લુંટ વીથ મર્ડર બનાવમાં ચોંકાવનારા ખુલાસો:પ્રેમ સંબંધમાં ખેલાયો ખૂની ખેલ.. પતિએ પ્રેમ સંબંધમાં આડખીલી રૂપ બનતી પત્નીને ગળું દબાવી મોતને ઘાટ ઉતાર્યા બાદ લૂંટ વીથ મર્ડરનો તરકટ રચ્યો..

ધોળા ખાખરા ગામના શૈલેષ ડામોર પાંચ વર્ષ અગાઉ અંકલેશ્વર મુકામે મજૂરી કામ કરવા ગયો હતો.જ્યાં મુકડદમ તરીકે કામ કરી રહ્યો હતો.તે સમયે તેમના જ ગામની રશીકાબેન ડામોર તેના પતિ જોડે મજુરી કામ અર્થે અંકલેશ્વર આવી હતી.જ્યાં મજૂરી કામ દરમિયાન બંને વચ્ચે વાતચીતો અને મળવાનો દોર શરૂ થતા બંને વચ્ચે પ્રેમના અંકુરો ફૂટતા બંને વચ્ચે પ્રેમ સંબંધ પાંગર્યો હતો. જૉકે આ બંને વચ્ચે પ્રેમ સંબંધની જાણ રસિકાબેન ડામોરના પતિને થતા તેનો પતિ તેને અંકલેશ્વર થી સુરત મુકામે મજૂરી અર્થે લઈ ગયો હતો. ત્યાં પણ શૈલેષ તેની પાછળ પાછળ જતો રહ્યો હતો .અને લગાતાર પાંચ વર્ષ સુધી પ્રેમ સંબંધમાં બંધાયેલા આ પ્રેમી જોડા જુવાન ધોધ ચાર સંતાનોના માતા પિતા હોવા છતાં અવિચારી પગલું ભર્યું હતું. અને બંને વચ્ચે પ્રેમ સંબંધમાં આડખીલી રૂપ બનતી શૈલેષ ડામોરની પત્નીને રસ્તામાંથી હટાવી દેવા બંને વચ્ચે સહમતિ બંધાઈ અને રસિકાના કહ્યા મુજબ શૈલેષ ડામોરે તેની પત્નીનું ઠંડે કલેજે હત્યા કરી દીધી.જેના પગલે પ્રેમ સંબંધમાં શૈલેષ ડામોરની નિર્દોષ પત્નિનો ભોગ લેવાયો છે.તેમજ આ બંને પ્રેમી જોડો હત્યાના કેસમાં જેલભેગા થતાં પ્રેમ સંબંધમાં એક બે નહીં પરંતુ ત્રણ પરિવારો બરબાદ થયા છે. ઉલ્લેખની છે કે પત્નિ લલિતા બેનની ઠંડા કલેજે હત્યા કરનાર આરોપી શૈલેષ બે પુત્રી તેમજ બે પુત્રો મળી ચાર સંતાનોનો પિતા છે. જેમાં એક પુત્ર એ હમણાં બારમા ધોરણની પરીક્ષા આપી છે. સામે છેડે પતિ-પત્ની વચ્ચે વોની ભૂમિકામાં આવેલી આરોપી શૈલેષ ડામોરની પ્રેમિકા રસીલા ડામોર પણ ચાર બાળકોની માતા છે.જે પૈકી એક પુત્રીની દિવાળી પર જ લગ્ન કર્યા છે.આવા જુવાન ધોધ બાળકોના માતા પિતાએ પ્રેમપ્રસંગમાં લગ્નેતર સંબંધો જ નહીં પરંતુ માતા-પિતા તેમજ અન્ય સંબંધોને પણ તાર કર્યા છે.

 

*લુંટ વિથ મર્ડરના ગુનામાં ભેદ ઉકેલવામાં ડોગ સ્કવોડે મહત્વ પૂર્ણ ભૂમિકા ભજવી.*

 

શરૂઆતમાં લૂટ વિથ મર્ડરની તપાસ કરી રહેલી દાહોદ પોલીસની પ્રાથમિક તપાસમાં જ અનુમાન લગાવી લીધો હતો કે આ લુંટ વિથ મર્ડર નથી.પરંતુ અન્ય કોઈ બનાવ બન્યો છે. જે ભોગ બનનાર પોતે ફરિયાદી જ બતાવી શકે તેમ છે.જો કે તે હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ હોવાથી પોલીસે લુંટ વિથ મર્ડરના બનાવમાં ડોગ સ્કવોડની મદદ લીધી હતી. જેમાં ડોગ સ્કવોડ ની મદદ વડે નજીકમાં જ ઝાડી ઝાખરાવાળા વિસ્તારમાંથી સોના ચાંદીના દાગીના રિકવર કરાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.જે બાદ લૂંટ વિથ મર્ડરની થીયરી ખોટી સાબિત થઈ હતી.અને પોલીસે આરોપીને ભાનમાં લાવી ખરેખર શું બન્યું છે.?તે બાબતે તપાસનો દોર લંબાવ્યો હતો અને સમગ્ર ઘટનાનો પરદાફાશ કરવામાં કર્યો હતો. આમ ડોગ સ્કવોડની મદદથી પોલીસે લૂંટ વિથ મર્ડરનો તરકટ રચનાર શૈલેષ ડામોરની સાચી હકીકત બહાર લાવી પ્રેમ પ્રસંગમાં પત્નીની ગળું દબાવી હત્યા કર્યા હોવાનો ઘસ્ફોટ કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!