ઈલિયાસ શેખ સંતરામપુર
સંતરામપુરમાં ભારત ફાઇનાન્સમાં ફરજ બજાવતા ત્રણ કર્મચારીઓએ રિકવરીના પૈસાની ઉઠાતરી કરતા પોલીસ ફરિયાદ નોંધાઇ…
સંતરમપુર તા. ૧
સંતરામપુર નગરના ગોધરામાં ગોળ વિસ્તારમાં મોહમ્મદી સોસાયટીમાં ભારત ફાઇનાન્સ ઇન્ક લુજન પ્રાઇવેટ કંપની ફાઇનાન્સ ચલાવી રહેલા હતા જેમાં યુનિટ હેડ તરીકે મહેશકુમાર કજ્યુડ યાદવ રહે રાજસ્થાન સચિન કુમાર મહેશભાઈ પટેલ ફિલ્ડ વર્કર રહે મોરવા હડપ ધર્મેન્દ્રસિંહ પ્રવિણસિંહ ઠાકોર રહે બાલાસિનોર આ ત્રણે ફાઈનાન્સ બેંકની આવેલી રકમ બેંકમાં ખાતામાં જમા કરાવવાના બદલે બારોબાર આ રૂપિયા પોતાના અંગત કામ માટે વાપરી કાઢેલા હતા અને ભારત ફાઇનલ ખાતામાં આ રકમ જમા કરાવવા આવેલી ન હતી જેમાં રકમ 2,43,000 20 વાપરી કાઢવામાં આવેલી હતી ભારત ફાઇનાન્સ ના માલિકને ખબર પડતા ત્યાં ફરજ બજાવતા તેમના સૂચનાના આધારે સરફરાજ ખાન જાહેરખાન પઠાણ સંતરામપુર પોલીસ સ્ટેશનમાં ત્રણના વિરુદ્ધ ગુનો દાખલ કરેલો હતો.