ઈલ્યાસ શેખ :- સંતરામપુર
મહીસાગર જિલ્લામાં વધુ એક બાળલગ્ન થતા અટક્યા:સંતરામપુર તાલુકાના કેણપુર ગામે બાળલગ્ન થઈ રહ્યા હોવાની જાણ થતાં તંત્રે લગ્ન અટકાવ્યા
મહીસાગર તા. ૩૦
જીલ્લા સહિત રાજ્યમાં હાલ લગ્ન સરાની સિઝન ચાલી રહી છે ત્યારે મહીસાગર જિલ્લામાં બાળલગ્ન અટકાવવા માટે વહીવટી તંત્રને મળેલ માહિતી,અરજીના આધારે તાપસ કરવામાં આવી રહી છે. મહીસાગર જિલ્લા બાળલગ્ન પ્રતિબંધક અધિકારી સહ સમાજ સુરક્ષા અધિકારીની કચેરી ખાતે અરજી મળી હતી કે સંતરામપુર તાલુકાના કેણપુર ગામે એક પરિવારમાં બાળકીના બાળલગ્ન થઈ રહ્યા છે જેમાં લગ્નની નિર્ધારિત ઉંમર કરતા ઓછી ઉંમરના બાળકના લગ્ન થઈ રહ્યા છે જે માહિતી અરજી આધારે જિલ્લા બાળલગ્ન પ્રતિબંધક અધિકારી સહ સમાજ સુરક્ષા અધિકારી,જિલ્લા બાળ સુરક્ષા એકમ અને સ્થાનિક પોલીસ સાથે મળી સ્થળ તાપસ કરી હતી જ્યાં લગ્ન માટેની તમામ તૈયારીઓ થઈ ચૂકી હતી અને મંડપ પણ બંધાઈ ગયો હતો જ્યાં વહીવટી તંત્રની ટિમો પોહચી અને સ્થળ પર જઈ જે બાળકીના લગ્ન હતા તેના ઉંમરના પુરાવાની ચકાસણી કરતા દીકરીની ઉંમર 14 વર્ષ હોવાનું માલુમ પડ્યું હતું. લગ્નની નિર્ધારિત ઉંમર કરતા ઓછી ઉંમર હોવાનું માલુમ પડ્યું હતું જે અન્વયે અધિકારી દ્વારા દીકરીના માતા પિતાને બાળ લગ્ન ન કરવા બાબતે નોટિસ પાઠવી હતી અને બાળલગ્ન નહિ કરે તે બાબતની તેમના પાસેથી બાંહેધરી લેવામાં આવી હતી અને તેમ છતાં જો કોઈ આવા લગ્ન કરાવી દેવામાં આવે તો બાળલગ્ન પ્રતિબંધક અધિનીય 2006 નો જે કાયદો છે તે અન્વયે ઓછામાં ઓછા બે વર્ષની સખત કેદની સજા અથવા એક લાખ સુધીના દંડની જોગવાઈ છે જે વિશે તેમને માહિતી આપી હતી અને બાળકોને ભણતર તરફ વધુ વાળવા અને એમને સારા સંસ્કાર આપવા અને આ બાળલગ્ન ન કરવા બાબતે સમજ આપી હતી.