
દાહોદ જિલ્લાનુ ધોરણ-10નું રાજ્યમાં સૌથી નીચુ ફક્ત 40.75% પરિણામ, સતત ત્રીજા વર્ષે જિલ્લો ગુજરાતમાં તળીયે
દાહોદ તા.25
દાહોદ જિલ્લાનું સતત ત્રીજા વર્ષે ધોરણ 10 નું પરિણામ સમગ્ર ગુજરાત રાજ્યમાં સૌથી નીચું આવ્યુ છે. આ વર્ષે દાહોદ જિલ્લાનું પરિણામ માત્ર 40.75 ટકા જ આવતા ઘણા પ્રશ્નાર્થ સર્જાયા છે.
વિજ્ઞાન પ્રવાહ બાદ ધોરણ 10માં પણ ધબડકો થયો છે. જેમાં થોડા દિવસો પહેલાં ધોરણ 12 સાયન્સ પ્રવાહનું પરિણામ જાહેર થયું હતું.જેમાં દાહોદ જિલ્લાનું સૌથી ઓછુ પરિણામ ગુજરાતમાંથી જાહેર થવા પામ્યું હતું. તેમા પણ સતત બે વર્ષ દાહોદ જિલ્લો રાજ્યમા છેલ્લા ક્રમે રહ્યો હતો.ત્યારે આજરોજ ધોરણ 10 નું પરિણામ પણ જાહેર થતાં સતત ત્રીજા વર્ષે ધોરણ 10નુ પરિણામ ગુજરાત ભરમાંથી સૌથી નીચું રહેવા પામ્યું છે. દાહોદ જિલ્લાનું આ વર્ષનું માત્ર 40.75 ટકા પરિણામ આવ્યું છે.ત્યારે 2020માંમાં 47.47 ટકા, 2022માં 58.48ટકા પરિણામ આવ્યું હતું.
A-1માં માત્ર 18 વિદ્યાર્થીઓ જ આવ્યા..
દાહોદ જિલ્લામાં કુલ 31690 વિદ્યાર્થીઓ નોંધાંયાં હતાં જેમાંથી 30693 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.18 વિદ્યાર્થીઓનો એ વન ગ્રેડમાં સમાવેશ થયો