
રાહુલ ગારી ગરબાડા
જેસાવાડા પોલીસે અભલોડ ગામેથી 48 હજારના વિદેશી દારૂ સાથે ફોર વ્હીલ ગાડી ઝડપી પાડી..
પ્રાપ્ત માહિતી અનુસાર જેસાવાડા પોલીસ મથકના પી.એસ.આઇ એન.એમ રામી તથા જેસાવાડા પોલીસ સર્વેલન્સ સ્કોડ ના માણસ સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન મળેલી બાતમીના આધારે અભલોડ ગામે ગામતળ ચોકડી ઉપર દારૂ ની હેરાફેરી કરતા ઇસમો ગૌતમભાઈ ગોરધનભાઈ સોલંકી તથા અનિલભાઈ કાનજીભાઈ ડાભી ને સફેદ કલરની મહેન્દ્રા કંપનીની XUV ગાડી જેનો નંબર GJ-27C 5188 જેની કિંમત રૂપિયા ચાર લાખ તથા ગાડીમાં ભરીને લઈ જવા તો વિદેશી દારૂ નંગ 480 જેની કિંમત રૂપિયા ૪૮ હજાર મળી જેસાવાડા પોલીસે કુલ ₹4,48,000 ના મુદ્દામાલ સાથે બે ઇસમ ઝડપી પાડી જેસાવાડા પોલીસ મથકે લાવી જેલના સળિયા પાછળ ધકેલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી..