
દાહોદની સ્પેશ્યલ પોક્સો કોર્ટના ઐતિહાસિક ચુકાદાથી કોર્ટ સંકુલમાં સન્નાટો…
ગરબાડામાં ત્રણ વર્ષ આગાઉ 6 વર્ષીય ભાણી જોડે દુષ્કર્મ આચરી હત્યાં કરવાનાં આરોપમાં કુટુંબી મામાને દાહોદ કોર્ટે ફાંસીની સજા ફટકારી…
દાહોદ તા.10
દાહોદ જિલ્લાના ગરબાડામાં ત્રણ વર્ષ અગાઉ 6 વર્ષીય બાળકીને તેના કુટુંબી મામાં દ્વારા ચણાના હોળા લેવા માટે બાઈક પર બેસાડી નજીકના નીલગીરીના જંગલો વાળા ખેતરમાં લઇ જઈ બળાત્કાર ગુજાર્યા બાદ ગળું દબાવી હત્યાં કરવાનાં જઘન્ય આરોપમાં દાહોદની સ્પેશ્યલ કોર્ટે સમાજમાં દાખલો બેસાડવાના હેતુસર ફાંસીની સજા તેમજ દંડ સહિતની સજા ફટકારતા કોર્ટ સંકુલમાં સન્નાટો પ્રસરી જવા પામ્યો છે. ત્યારે દાહોદની કોર્ટમાં પ્રથમ વાર કોઈક આરોપીને જઘન્ય આરોપ બદલ ફાંસીની સજા ફટકારી હોવાનું પ્રકાશમાં આવ્યું છે.
આજથી ત્રણ વર્ષ અગાઉ તારીખ 31 1 2020 ના રોજ માનવતા તેમજ મામા અને ભાણીના પવિત્ર રિશ્તાને તાર તાર કરતો કિસ્સો દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકામાં બનવા પામ્યો હતો જેમાં ગરબાડા તળાવ ફળિયાનો રહેવાસી શૈલેષ નારસિંગ માવીએ ગરબાડા તાલુકાના બોરીયાલા ગામની તેમજ ગરબાડા નિશાળ ફળિયામાં તેના નાના નાનીના ઘરે ઉછરતી છ વર્ષીય કોટુંબીક ભાણીને ચણાના હોળા લેવા મોટર સાયકલ પર બેસાડી લઈ જઈ નળવાઈ ગામના કાળુભાઈ મનુભાઈ સંગાડાના નીલગીરીના ઝાડો વાળા ખેતરમાં લઈ જઈ બાળકી જોડે દુષ્કર્મ આચરી ગળું દબાવી હત્યા કરવાનો જઘન્ય ગુનો આચાર્યો હતો જે બાદ આરોપી ત્યાંથી ફરાર થઈ ગયો હતો અને કશું બન્યું ના હોય તેમ ઘરે આવી ગયો હતો જે બાદ બાળકીની નાની જોડે પોલીસે બાળકીની પૂછપરછ કરતા શૈલેષે તેને બજારમાં ઉતારી હોવાનું જણાવ્યું હતું જેથી બાળકીની નાનીએ ગરબાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા ગુનાની ગંભીરતાને સમજી ગરબાડા પોલીસ તપાસમાં જોતરાઈ હતી અને આ બાળકીની શોધખોળમાં આરોપી પોતે પણ જોતરાયો હોવાનો ઢોંગ કરતો હતો પરંતુ પોલીસે સીસીટીવી કેમેરાના માધ્યમથી તે માટે ટેકનિકલ સોર્સ વડે સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલી દીધો હતો અને આરોપી કે જેઓ બાળકીના કોટુંબિક મામો કહેવાતો હોવાથી પોલીસે શૈલેષ નર્સિંગ માવીને જેલ ભેગો કર્યો હતો ત્યારબાદ આ કેસ દાહોદની ડીસ્ટ્રીક કોર્ટમાં આવેલી સ્પેશિયલ પોકસો કોર્ટમાં ચાલી જતા પોક્સો કોર્ટ દ્વારા સ્પેશિયલ કેસમાં નિમાયેલા સરકારી વકીલ પ્રકાશ જૈનની ધારદાર રજૂઆતો અને ગુનાની ગંભીરતા અને જઘન્ય અપરાધને ધ્યાનમાં રાખીને કોર્ટે સમાજમાં દાખલો બેસાડવા માટે આરોપી શૈલેષ નારસિંગ માવીને કસૂરવાર ઠેરવી ઈપીકો કલમ 363 માં સાત વર્ષની કેદ અને દંડ ઇપીકો કલમ 302 માં પોકસો કેસની ત્રણ ચાર પાંચની કલમમાં આજીવન કેદ એટલે કે અંતિમ શ્વાસ સુધીની કેદ અને દંડ પોકસો એક્ટની કલમ 6 મુજબ ડેટ સેન્ટેન્સ એટલે કે ફાંસીની સજા સાથે દંડ ફટકારતા કોર્ટ પરિસરમાં સન્નાટો પ્રસરી જવા પામ્યો હતો
વિધાનસભા ફ્લોર પર આ કેસની ચર્ચાઓ અને ટીકાઓ થતા સરકાર દ્વારા સ્પેશિયલ કેસમાં પબ્લિક પ્રોસિક્યુટરની નિમણૂક કરાઈ
ગરબાડા ખાતે થયેલા દુષ્કર્મ અને હત્યાના જઘન્ય અપરાધના તણખા વિધાનસભામાં પણ ઝર્યા હતા ગરબાડાના તત્કાલીન ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીયા વિધાનસભા ગૃહમાં દુષ્કર્મ અને નાની બાળકીના હત્યાનો મુદ્દો ઉછાળી ન્યાયિક તપાસ માટે રજૂઆત કરી હતી જે બાદ સરકારની અને પોલીસ તંત્રની આ કેસને લઈને ટીકાઓ થઈ હતી ત્યારબાદ આ ગંભીર ગુનામાં સરકારે સ્પેશિયલ કેસમાં પબ્લિક પ્રોસિક્યુટર તરીકે પ્રકાશ જૈનની નિમણૂક કરી હતી જેમની ધારદાર રજૂઆતો અને સાંયોગિક તેમજ વૈજ્ઞાનિક પુરાવાના આધારે આરોપીને ફાંસીની સજા સુધી ખેંચી લઈ ગયો હતો
હત્યાના ગુનામાં સહ આરોપી તરીકે સંડોવાયેલા શૈલેષ જામીનમુક્ત થયા બાદ બળાત્કાર અને હત્યા જેવો ગંભીર ગુનો આચર્યો
બળાત્કાર અને દુષ્કર્મનો આરોપી આ બનાવ બન્યાના બે વર્ષ અગાઉ થયેલા હત્યાના બનાવમાં નિર્દોષ છુટ્યા બાદ વધુ એક ગુનાને અંજામ આપ્યો હતો જેમાં ગુના કરવાની ટેવ ધરાવતો આ શૈલેષ નારસીંગ માવી અગાઉ પણ વર્ષ 2018 માં પ્રેમ સંબંધમાં એક યુવતીની હત્યાના આરોપમાં સહ આરોપી તરીકે પકડાયો હતો જેમાં જે તે સમયે ખામી ભરેલી તપાસના કારણે કોર્ટમાંથી જામીનમુક્ત થયો હતો અને આ કેસમાં શૈલેષ નારસીંગ માવી નિર્દોષ છૂટ્યો હતો ત્યારબાદ આરોપીએ પોતાની કોટુંબિક ભાણીને હવસનો શિકાર બનાવી તેની નિર્મમ રીતે હત્યા કરી હત્યા કરી ગંભીર ગુનો આચર્યો હતો તે બાદ 2018માં હત્યાના ગુનામાં પોલીસ દ્વારા યોગ્ય રીતે તપાસ આદરી હોત તો આજે બળાત્કાર અને હત્યા જેવો જઘન્ય અપરાધ કરનાર આરોપી જેલના સળિયા પાછળ હોત અને કદાચ આ છ વર્ષીય બાળકી પણ આવા નરાધમની હવસનો શિકાર ન બની હોત
બાળકીના હાથમા મળેલા આરોપીના વાળ તેમજ તેના ભાઈના નિવેદન આરોપીને સજા સુધી પહોંચાડવામાં મહત્વપૂર્ણ કડી સાબિત થયા
બળાત્કાર અને દુષ્કર્મના આ કેસમાં ઘટના સમયે નીસહાય બનેલી છ વર્ષીય બાળકી તેના કૌટુંબિક મામાની હવસનો શિકાર બનતા સમયે પ્રતિકાર કરવાનો પ્રયાસ કર્યો હતો અને આ પ્રયાસમાં આ બાળકીએ તેના મામાના માથાના વાળ ખેંચી લીધા હતા અને તે વાળ તેના હાથમાં જ રહી ગયા હતા ત્યારબાદ આ કોટુંબીક મામાએ તેની હત્યા કરી ત્યાંથી જતો રહ્યો હતો આ કેસમાં પોલીસે બાળકીના હાથમાંથી પુરાવા તરીકે કબજે લીધેલા આરોપીના માથાના વાળથી DNA દ્વારા ટેસ્ટ કરાવ્યું હતું જેમાં આ બંને વાળ મેચ થયા હતા તેમજ બાળકીને ચણાના હોળા અપાવવા સમયે બાળકીને મોટરસાયકલ પર બેસાડી લઈ જતા સમયે આનો ભાઈ મોટરસાયકલ પર બેસી ગયો હતો અને આરોપીએ એના ભાઈને નીચે ઉતારી આ બાળકીને બેસાડી દીધી હતી આ કેસમાં પોલીસે બાળકીના ભાઈના લીધેલા નિવેદન તેમજ માથાના વાળના DNA રિપોર્ટના આધારે પકડાયેલા શૈલેષ માવીને આરોપી તરીકે સાબિત કરવામાં મહત્વની કડી સાબીત થઈ હતી આ કેસમાં પોલીસે 28 જેટલા સાહેદોની તપાસ તેમજ 94 જેટલા દસ્તાવેજી પુરાવાઓની તપાસણી તથા બાળકીના ભાઈનું 164 મુજબનું નિવેદન મહત્વપૂર્ણ સાબિત થયું હતું દાહોદની કોર્ટે જઘન્ય અપરાધમાં સમાજમાં દાખલો બેસાડવા માટે આરોપીને ફાંસીની સજા સંભળાવી હોવાની પ્રથમ ઘટના બની હતી.
દાહોદ કોર્ટે કોઈને ફાંસીની સજા સંભળાવી હોય તે પ્રથમ બનાવ: આ પહેલા લીમખેડામાં આવા પ્રકારના ગંભીર ગુનામાં કોર્ટે દાખલા રૂપ સજા ફટકારી છે
દાહોદની સ્પેશિયલ પોકસો કોર્ટે દુષ્કર્મ અને હત્યાના આરોપમાં શૈલેષ માવીને જઘન્ય અપરાધમાં દોષી ઠેરવી દંડ તેમજ ફાંસીની સજા સંભળાવતા એક તરફ કોર્ટ પરિસરમાં સન્નાટો વ્યાપી જવા પામ્યો હતો ત્યારે બીજી તરફ કોઈ આરોપીને દાહોદ કોર્ટે ફાંસીની સજા સંભળાવી હોય તેવી પ્રથમ ઘટના આજે બનવા પામી હતી જોકે અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલા લીમખેડાની કોર્ટે આવા ગંભીર પ્રકારના ગુનાઓમાં આરોપીને ફાંસીની સજા આલેખવામાં આવી છે.