ઈલ્યાસ શેખ સંતરામપુરન
સંતરામપુર બાયપાસ પાસે વરસાદી પાણીના નિકાલમાં થતો પુરાણથી તંત્ર અજાણ…
સંતરામપુર નગરના બાયપાસ પાસે વરસાદીના પાણીના નિકાલ માટે રેવન્યુ સરકારી ચોપડે નોંધાયેલું છે આ સ્થળ ઉપર ચોમાસાનું વહેતું પાણી અને પાણીનો નિકાલ કરવા માટેની વર્ષોથી કોતર અને ખુલ્લી જગ્યા રાખવામાં આવેલી છે પરંતુ આ જગ્યા ઉપર રોજિંદા ત્રણથી ચાર ટ્રેક્ટર આ શાળાની અંદર કચરો ઠાલવવામાં આવે છે કચરો ઠાલાવવાથી ધીરે ધીરે આ ખાડાનું પુરણ થતું જાય છે વર્ષ બે વર્ષ સમય નીકળે આ પુરાણ થતા થતા તંત્રની અંધારામાં રાખીને આ સરકારી જગ્યા કબજો કરવાનો પ્રયાસ પણ થતો હોય છે સૌથી પહેલા સરકારી જમીનમાં કે કોતરમાં પ્રવેશ કરવો તે પણ ગુનો બનતો હોય છે પરંતુ કોના ઇશારે આવા કચરા ભર્યા ટ્રેક્ટર ઓ સરકારી કોતર અને સરકારી ખાલી જગ્યામાં ઠાલવવામાં આવી રહેલા છે બાયપાસ પાસેની આ કોતરને સરકારી જમીન સર્વે માપણી કરવામાં આવે તો વરસાદી પાણીના નિકાલ માટેની મોટા પ્રમાણમાં જગ્યા ખુલ્લી થઈ શકે છે ધીરે ધીરે નિકાલ માટેની બ્રીજના નીચે પૂરણ થતું જોવા મળી આવેલું છે હવે તંત્ર સ્થળ તપાસ કરે રેવન્યુ જગ્યા ઉપર કેટલું પુરણ થઈ ચૂકેલું છે તે પણ ખ્યાલ આવી શકે છે હવે ખરેખર તપાસનો વિષય બન્યો છે આવું તો ના જ હોય બે રૂફટોપ વગર આવી રીતે પૂર્ણ થઈને સરકારી જમીનમાં કબજો થવાનો વાયુવેગ વધી રહેલો છે..