ઈલિયાસ શેખ સંતરામપુરન
સંતરામપુર પાલિકા તંત્રની બલિહારી…પાલિકા તંત્ર નદીમાં કચરો ઠાલવતી હોય તો નગરજનોને શું કહેવું..!!
સંતરામપુર તા.૧૦
સરકાર ગુજરાત ભરમાં નદીઓ સાફ કરવા માટે ઝુંબેશ હાથ ધરીયો છે વર્ષો પહેલા સુખી અને જીબોટા નદીમાં ગામના તમામ લોકો નાહવા દોવા માટે નદીનો પાણીનો ઉપયોગ કરતા હતા અને નદી પર જ મરણ પ્રસંગે સામાજિક કાર્યક્રમ કરતા હોય છે પરંતુ પાલિકાની ગોર બેદરકારીના કારણે કુદરતી રીતે ચીબોટા અને સુખી નદી અત્યારે કચરાના ઢગલા અને જાડી જખરા થી ઉભરાતી જોવા મળી આવેલી છે સંતરામપુર નગરમાં બે જ નદીઓને સ્વસ્થ રાખવા અને તેને જાળવવા માટે પાલિકાની જવાબદારી હોય છે આજે આ નદીઓ નદીઓ નહીં પરંતુ કચરો ઠાલવવાનું સ્થળ બની ગયું છે જ્યારે ચોમાસું નજીક આવી રહ્યું છે આ નદીમાં પાણીનો સંગ્રહ કરવો હોય તો કઈ રીતે કરી શકાય એ પરિસ્થિતિ અત્યારે જોવા મળી આવેલી છે સસ્તા પાછળ સરકાર પાલિકાને મોટી રકમ ફાળવતી હોય છે પરંતુ આયોજનના અભાવે અને તેમની બે દરકારી ના કારણે નદીનું ધીરે ધીરે પત્રના ઢગલા ઠાલવવાથી પુરાણ થઈ રહ્યું છે બંને નદીઓ એક જમાનામાં સ્વર્ગ જેવી જોવા મળતી હતી અત્યારે નર્ક કરતી ખરાબ દશા જોવાયેલી છે સુખી અને ચીબોટા આ બંને સ્થળો એવા છે કે તેને જાળવી રાખવામાં આવે અને સફાઈ રાખવામાં આવે તો તેની આજુબાજુ ધાર્મિક સ્થળો પણ આવેલા છે અને સ્થાનિક નગરજનો માટે લોકો માટે એક ફરવાનું સ્થળ પણ બની જાય છે પરંતુ પરિસ્થિતિ એવી જોવા મળી રહી છે કે આ જગ્યાએ કોઈ પણ વ્યક્તિ નજર મારવા તૈયાર નથી આવી દુરદર્શાથી નગરજનોની તંત્ર સામે પણ નારાજગી જોવા મળી આવેલી છે જાહેર સરકારી મિલકત કહેવાથી તંત્રને ધ્યાન રાખવાની તેમની જવાબદારી બનતી હોય છે પરંતુ પાલિકાના સફાઈ કર્મચારીઓ ગામનો કચરો ઠાલવીને ચારે બાજુ બંને નદીઓને દશા બેસાડી દીધી છે હવે પાલિકા જાગશે ખરી અને સફાઈ કરે નગરજનો ઈચ્છે રહ્યા છે..