ઇલ્યાસ શેખ :- સંતરામપુર
સંતરામપુર તાલુકાના ડાહ્યાપુર ગામે ટ્રેક્ટર તેમજ તુફાન જીપ વચ્ચે અકસ્માત સર્જાતા ચાર વ્યક્તિઓ ઈજાગ્રસ્ત…
સંતરામપુર તા.09
કડાણા તાલુકાના સંતરામપુર -કડાણા રોડ પર આવેલ ડાહ્યાપુર ગામ નજીક સોમવારે સવારે તુફાન જીપની ટક્કરથી ટ્રેક્ટરના ટાયર છુટા પડી ગયા હતા. જેમાં પુરઝડપે થયેલ અકસ્માતના અવાજથી આસપાસના લોકો દોડી આવ્યા હતા.ટ્રેક્ટરના ટાયર બોડીથી અલગ જોય લોકોએ તુફાન જીપ ની સ્પીડનો અંદાઝ લગાવી લીધો હતો. આ અકસ્માતમા ચાર વ્યક્તિ ને ઈજા થઈ હતી જેમા ઘાયલ લોકોને 108 એમબયુલનસ દ્વારા તાત્કાલિક સંતરામપુર સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા જેમા ભરતભાઈ પ્રતાપભાઈ ડામોર નામના વ્યક્તિને વધુ ઈજા પહોંચતા ગંભીર હાલતમા ગોધરા સિવિલ હોસ્પિટલમાં વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા ત્યારે પુર ઝડપે તુફાન જીપ હંકારી ટ્રેકટર સાથે અકસ્માત સર્જી તુફાન જીપનો ચાલક અને જીપમાં સવાર મુસાફરો ધટના સ્થળે ઈજાગ્રસ્ત મુસાફરોને છોડી ફરાર જોવા મળ્યા હતા તુફાન જીપમાં માર્યાદાથી વધુ મુસાફરો સવાર હતા તેમ છતાં સદનશીબે મોટી જાનહાની ટળી હતી.તુફાને ટ્રેક્ટરની ટક્કરમાં ટ્રેક્ટર ના બન્ને ટાયર બોડી થી અલગ થઈ ગયા હતા જેથી લોકોએ તુફાન પુર ઝડપમાં હોવાનું અનુમાન લગાવવામા આવ્યું હતું ટૈકટર ફતેપુરા તાલુકાના ઝેર ગામે થી કડાણા બાજુ ઘાસના પુળા ભરવા માટે આવી રહ્યું હતું આ સમયે કડાણા તરફથી પુર ઝડપે રોગસાઈડ થી તુફાન જીપ ના ચાલકે વાહન હંકારી દ્રેકટર સાથે અકસ્માત સર્જી પોતે મુસાફરો સાથે પલાયન થઈ ગયો હતો આ અકસમાત માં ટૈકટર ના ડાયવર સહિત ત્રણ વ્યકિત ઓને ઈજા પહોંચી હતી ગાયલોને સંતરામપુર સરકારી હોસ્પિટલ મા સારવાર માટે ખાસેડવામા આવ્યા છે જેમા કોઈ જાનહાની થયેલ નથી..