Friday, 19/04/2024
Dark Mode

દાહોદ જિલ્લા ઇન્ચાર્જ શિક્ષણાધિકારી એક લાખની લાંચ સાથે ACB ના છટકામાં ઝડપાયા..

May 7, 2023
        4053
દાહોદ જિલ્લા ઇન્ચાર્જ શિક્ષણાધિકારી એક લાખની લાંચ સાથે ACB ના છટકામાં ઝડપાયા..

દાહોદ જિલ્લા ઇન્ચાર્જ શિક્ષણાધિકારી એક લાખની લાંચ સાથે ACB ના છટકામાં ઝડપાયા…

દાહોદ તા.07

દાહોદ જિલ્લા ઇન્ચાર્જ શિક્ષણાધિકારી ACB ના છટકામાં ઝદપાતા શિક્ષણ જગતમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. જોકે રંગેહાથ ન ઝડપાયેલા શિક્ષણાધિકારીના વાહનમાંથી ACB એ લાંચની રકમ રિકવર કરી છે. ત્યારે એસીબીના આ છટકા અંગે તરેહ તરેહની ચર્ચાઓએ જોર પકડ્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર દાહોદ જિલ્લાના ફતેપુરામાં બદલી કરાવવાના આશયથી જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીમાં અરજી કરેલ શિક્ષકે જિલ્લા શિક્ષણાધિકારીએ લાંચની રકમ માંગી હોવાની ફરિયાદ પંચમહાલ ACB માં કરી હતી. અત્રે ઉલ્લેખની છે કે બદલીના હુકમ 29.10.22 ના રોજ કરી આપેલ હતો.તે પેટે આગાઉ શિક્ષક દ્વારા નક્કી કરેલ રકમ આપી દીધી હોવાનુ શિક્ષકે જણાવ્યું હતું. અને આજે આ બાકીના નાણાં આપવા ACB ના અધિકારીઓને લઈને આવ્યા હતા. ત્યારે જિલ્લા શિક્ષણાધિકારી જોડે હેતુ લક્ષી વાતચીત કરી હતી. આ દરમિયાન જિલ્લા શિક્ષણા ધિકારીએ રંગે હાથ નહીં પણ નાણાં સરકારી ગાડીમાં મૂકવાનું કહ્યું હોવાનું જણાવી ફરિયાદીએ 1લાખ રૂપિયા શિક્ષણાધિકારીની ગાડીમાં મૂક્યા હતા.અને તેજ સમયે પંચો સાથે આવેલા એસીબીના અધિકારીઓએ ટ્રેપ સફળ થઈ હોવાનું જણાવી જિલ્લા શિક્ષણાધિકારીની અટકાયત કરી હતી. અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અનેક શંકા કુશંકા ઉપજાવતા બનાવ સંદર્ભે તરેહ તરેહની ચર્ચાઓએ જોર પકડ્યું છે. ત્યારે સમગ્ર બનાવ અંગે ઘનિષ્ઠ તપાસ હાથ ધરાય તે પણ જરૂર જરૂરી છે. જિલ્લા શિક્ષણા ધિકારીએ ખરેખર લાંચ માંગી હતી કે તેને ષડયંત્રમાં ફસાવવામાં આવ્યા છે. તે આવનારા સમય જ કહેશે. ત્યારે દાહોદ જિલ્લામાં ખૂબ જ ટૂંકા સમયમાં શિક્ષણ ખાતાની કચેરીના ઉચ્ચ અધિકારીઓ લાંચના છટકામાં ઝડપાયા શિક્ષણ આલમમાં સ્તબદતા સાથે ખળભળાટ માહોલ ઉભો થવા પામ્યો છે. જોકે એસીબીની ટ્રેપ બાદ જિલ્લા શિક્ષણાધિકારીએ જણાવ્યું હતું કે મને ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે.ત્યારે જોગાનું જોગ આ અગાઉ પણ સ્પર્ધાત્મક પરીક્ષાના દિવસે જ મહિલા જિલ્લા શિક્ષણાધિકારી લાંચ લેતા ઝડપાયા હતા. જ્યારે આજે પણ સ્પર્ધાત્મક પરીક્ષાના દિવસે જ ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણ અધિકારી ACB ના ટ્રેપમાં ઝડપાઈ જવા પામ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!