પાલિકા તંત્રની બલીહારી..સંતરામપુરમાં ભૂગર્ભ ગટરના યોજના પાછળ 17 કરોડ ખર્ચ્યા તેમ છતાંય નગરવાસીઓને આ યોજનાનો પૂરતો લાભ ના મળ્યો..
સંતરામપુર તા.06
સંતરામપુરના રત્નદીપ સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી ભૂગર્ભ ગટરનું ચેમ્બર ઓવરફૂલ અને લોક થઈ જવાના કારણે સોસાયટીના મેન ગેટ ઉપર જ ગંદુ પાણી ચારે બાજુ ફરી મળતું રહે છે આ ધંધો પાણી મુખ્ય રોડ ઉપર આવીને ચારે બાજુ દુર્ગંધ ફેલાવતો હોય છે આના કારણે સોસાયટી વિસ્તારના રહીશો અને નગરજનોને હાલાકી ભોગવવી પડતી હોય છે મેન્ટેનન્સ નો અભાવના કારણે પાલિકાની બેદરકારી અને નિષ્કાળજે જોવા મળી આવેલી છે જ્યારે બીજી બાજુ હાઉસ કનેક્શન બાકી હોવાના કારણે ખુલ્લી ગટર હોવાના કારણે મોટી સંખ્યામાં નગરજનો હાલાકી ભોગવી રહેલા છે જ્યારે કેટલાક વિસ્તારોમાં હાઉસ કનેક્શન આવ્યા પછી પણ ગટરો ખુલ્લી મૂકી દેવામાં આવેલી છે 2013 થી ભૂગર ગટરને કામગીરી શરૂ કરવામાં આવેલી હતી પરંતુ હજુ સુધી નગરજનોને અને નગરમાંથી સો ટકા ભૂગર્ગ ગટરનું સંપૂર્ણ યોજના સફળ થયેલી જોવા મળેલી આવેલી નથી ત્યારે બીજી બાજુ ખુલ્લી ગટરોનું 100% મુક્ત જોવાઈ રહ્ય નથી આયોજન અને પાલિકાની બેદરકારીના કારણે સોસાયટી વિસ્તારના રહીશો અને નગરજનો ભોગવી રહેલા છે…