
દાહોદ અલીરાજપુર હાઈવે રોડનું ખોદકામ તથા પુરણ કામ સામે વાંધો કરતાં ગરબાડા ના સ્થાનિકો :
ગરબાડા મામલતદારને કે.પી સવાઈને આવેદનપત્ર
તારીખ : ૧ મે ગરબાડા
ગરબાડા તાલુકાના આઝાદ ચોક વિસ્તારના રહીશો દ્વારા જે એમપી બોર્ડરથી દાહોદ અલીરાજપુર હાઈવે રોડ નું ખોદકામ તથા પુરાણ કામ ચાલે છે તેની સામે વાંધો ઉઠાવીને ગરબાડા મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. જે આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર ગરબાડા આઝાદ ચોક વિસ્તારમાં ચાર ચોકડી નજીક હાલમાં રોડ પર પુરાણ નું કામ ફૂલ જોશમાં ચાલી રહ્યું છે. જે રોડની પૂર્વ દિશામાં રહેતા સ્થાનિકો નાં દ્વારા તેઓના ઘરોના બારણાથી ઊંચું રોડનું લેવલ કરીને જે પુરાણ કામ ચાલી રહ્યું છે. જે બાબતે સ્થાનિકો દ્વારા સખત વિરોધ કરવામાં આવ્યો હતો જે આઝાદ ચોક વિસ્તારમાં રહેતા રહીશોના ઘર આંગણે પુરાણ કરતાં તેઓના ઘર નીચા રહી જતાં ચોમાસામાં પાણી ભરાવાની પૂરેપૂરી સંભાવના છે જેના કારણે સ્થાનિકો દ્વારા આ પૂરાણ કામ બંધ કરાવવામાં આવે અને યોગ્ય નિર્ણય લઈને કામ કરવામાં આવે તે માટે ગરબાડા મામલતદારને લેખિતમાં આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી.