ઈલિયાસ શેખ સંતરામપુરન
મહીસાગર જિલ્લામાં ૩૮૦૦૦થી વધુ લોકો પ્રધાનમંત્રીનો મન કી બાતનો કાર્યક્રમ પ્રત્યક્ષ નિહાળશે..
દાહોદ તા.29
મહીસાગર જિલ્લા ભાજપ દ્વારા ૯૪૧ બુથો, ૧૪૬ શક્તિકેન્દ્રો સહિતના સ્થળોએ સૂચારુ આયોજન મહીસાગર જિલ્લા ભાજપ દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની ૧૦૦ મી મન કી બાત કાર્યક્રમ અંતર્ગત તારીખ ૨૯ એપ્રિલ ૨૦૨૩ અને શનિવારના રોજ સવારે ૧૧ કલાકે લુણાવાડા નંદન આર્કેડ ખોડિયાર કાઠિયાવાડી ધાબાના હૉલ ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા ભાજપ અધ્યક્ષ દશરથભાઈ બારિયાએ પ્રિન્ટ અને ઇલેકટ્રોનિક મીડિયાના ઉપસ્થિત પત્રકારોને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ૧૦૦ મી મન કી બાત સાંભળવાના કાર્યક્રમ અંગે જિલ્લામાં કરવામાં આવેલ આયોજન અંગે માહિતી આપવામાં આવી હતી.
જિલ્લા ભાજપ પ્રમુખે જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન અને વિશ્વ નેતા આદરણીય નરેન્દ્રભાઈ મોદી મહિનાના છેલ્લા રવિવારે મન કી બાત કાર્યક્રમ થકી સૌની સાથે જોડાતા હોય છે તેવી જ રીતે આ વખતે ૧૦૦મો એપિસોડ એ ઐતિહાસિક અને યાદગાર જવા થઈ રહ્યો છે ત્યારે આ મન કી બાતના કાર્યક્રમનું સૂચારું આયોજન મહીસાગર જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવેલ છે જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા છેલ્લા ચારેક દિવસથી અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ઉપરથી કોલ સેન્ટર પણ ચલાવવામાં આવે છે. ૯૪૧ જેટલા બુથ પ્રમુખ, પ્રભારી, બુથના વાલી, ૧૪૬ શક્તિકેન્દ્રો પર જિલ્લા પંચાયત સદસ્યો,છ તાલુકા પંચાયત સદસ્યો, ત્રણ નગરપાલિકાના સદસ્યો અને પક્ષના પદાધિકારીઓને કાર્યક્રમ અંગે માહિતગાર કરી અને ૩૦મી એપ્રિલે પ્રધાનમંત્રીનો મન કી બાતનો કાર્યક્રમ સમૂહમાં નિહાળે એ પ્રમાણેની સૂચનાઓ આપવામાં આવી છે. જિલ્લામાં પ્રભાવી સ્થળોએ ઓછામાં ઓછા ૨૦ થી વધારે જગ્યાએ વધારેમાં વધારે લોકો આ કાર્યક્રમને નિહાળે તે પ્રમાણે સાત મોરચાઓ દ્વારા પણ આયોજન કરવામાં આવેલું છે. જિલ્લાના નવ મંડળ છે તો એ મંડળ પ્રમુખોએ પણ પોતાના તમામ શક્તિ કેન્દ્રમાં એક જગ્યાએ પ્રભાવશાળી કાર્યક્રમ થાય કે જ્યાં ૧૫૦-૨૦૦ કે તેથી વધારે લોકો ઉપસ્થિત રહી અને આદરણીય નરેન્દ્રભાઈ મોદીના મન કી બાતનો ૧૦૦મો એપિસોડ નિહાળે તે માટેનું આયોજન મંડળના પ્રમુખોએ પણ કરેલ છે. જિલ્લાના ૨૧ જેટલા સેલ છે ૨૪ જેટલા વિભાગ છે તો એના સંયોજક અને ટીમ સાથે આ કાર્યક્રમને નિહાળશે અને વધારેમાં વધારે પોતાના ક્ષેત્રના લોકોને જોડે એ પ્રમાણેનો પ્રયત્ન કરવામાં આવેલો છે. જિલ્લાના ત્રણ નગરો લુણાવાડા સંતરામપુર અને બાલાસિનોરમાં ડોકટર સેલ દ્વારા જ્યાં ઇલેક્ટ્રોનિક ઉપકરણોની પણ સુવિધાઓ હોય તે દવાખાનાની અંદર આવતા લોકો પણ કાર્યક્રમ જોઈ શકે તે માટેનું આયોજન કરવામાં આવેલ છે. સંતરામપુર લુણાવાડા અને બાલાસિનોર એ બસ સ્ટેશન ઉપર પણ આ કાર્યક્રમમાં મુસાફરો જોઈ શકે તેમ આયોજન કરવામાં આવેલ છે. આ ઉપરાંત જાહેર ક્ષેત્રની સંસ્થાઓ છે દૂધની ડેરી છે એ જગ્યાઓમાં નોટિસ બોર્ડ પર લખાણ લખવામાં આવ્યું છે કે 30મી એપ્રિલ ૧૧ વાગે દેશના વડાપ્રધાન દ્વારા આપણી સાથે જોડાવાના છે તો દરેક ગ્રાહકો મન કી બાત સાથે જોડાય.
મહીસાગર જિલ્લા ભાજપના આયોજન પ્રમાણે ૩૭ થી ૩૮૦૦૦ લોકો જોઈ અને સાંભળી શકે એ પ્રમાણેનું આયોજન કરેલ છે અને હજુ થોડો સમય છે ત્યારે વધુમાં વધુ લોકો જોડાય એ પ્રમાણેનો પ્રયત્ન હાલ જિલ્લા ભાજપ દ્વારા કરવામાં આવ્યો છે. કેબિનેટ મંત્રી કુબેરભાઈ ડીંડોર સંતરામપુરના ગોઠીબ બુથ ઉપરથી આ કાર્યક્રમને નિહાળનાર છે. સાંસદ રતનસિંહ રાઠોડ ભોજા બુથ ખાતેથી તેમજ ધારાસભ્ય માનસિંહ ચૌહાણ રૈયોલી ડાયનાસૌર પાર્ક અને જિલ્લા ભાજપ પ્રમુખ દશરથભાઈ બારિયા લુણાવાડા નગરથી આ કાર્યક્રમને નિહાળશે.
મહીસાગર જિલ્લાના બધા જ પદાઅધિકારીઓ ચૂંટાયેલા લોકો પોતપોતાના બુથની અંદર કોઈ એક બુથ ઉપર જઈ ૧૫૦ થી ૨૦૦ લોકો સાથે આ કાર્યક્રમને નિહાળી શકે એ પ્રમાણેનું આયોજન જિલ્લા ભાજપ દ્વારા કરવામાં આવેલું છે. તેમજ પ્રચાર અને પ્રસાર માધ્યમ થકી વડાપ્રધાન અને વિશ્વનેતા નરેન્દ્રભાઈ મોદીનો ખૂબ જ જ્ઞાનવર્ધક પ્રેરણાદાયી મન કી બાત કાર્યક્રમ વધુમાં વધુ લોકો નિહાળે તેવી અપીલ કરવામાં આવી છે…