ઈલિયાસ શેખ સંતરામપુરન
ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ
સંતરામપુર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં શનિવારે વહેલી સવારે માવઠું પડતા ખેડૂતની ચિંતામાં વધારો
રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી જેને લઇને સંતરામપુર પંથકમાં પણ છેલ્લા કેટલાક દિવસથી વાતાવરણમાં સતત પલટો જોવા મળી રહ્યો હતો આકાશમાં વાદળો ઘેરાયેલા હતા તેની વચ્ચે શનિવારે વહેલી સવારે જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો છે. વહેલી સવારે એકાએક ગાજવીજ સાથે માવઠું થયું હતું જેના લીધે ખેડૂતની ચિંતામાં વધારો થયો છે બીજી તરફ ગરમીથી લોકોને રાહત મળી છે અને વાતાવરણમાં હાલ ઠંડક જોવા મળી રહી છે જ્યારે બેવડી ઋતુ જેવો માહોલ સર્જાતા રોગચાળો પણ વધવાની શક્યતાઓ સેવાઈ રહી છે
બીજી તરફ ખેડૂતો અને પશુપાલકો દ્વારા પશુઓ માટે રાખવામાં આવેલ સૂકો ઘાસચારો પણ પલડી ગયો છે.
સંતરામપુર પંથક સહિત જિલ્લામાં સરેરાશ ગરમીનો પારો 39 ડીગ્રીની પર પોહચી ગયો હતો અને લોકો ગરમીનો અહેસાસ કરી રહ્યા હતા તેવામાં આજે માવઠું થતા વતવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે.
સંતરામપુર તાલુકામાં ગત માર્ચ માસ દરમિયાન અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો જેને લઇ ખેતીના પાકોને પણ નુકસાન પહોંચ્યું હતું ત્યારે ફરી એકવાર જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો છે છેલ્લા કેટલાક દિવસોથી આકાશમાં વાદળો ઘેરાયા હતા તેવામાં મહીસાગર જિલ્લાના વાતાવરણમાં ફરીથી પલટો આવ્યો હતો અને આકાશમાં વાદળો ઘેરાયા હતા. રાજ્યમાં વાદળછાયું વાતવરણ અને વરસાદની શક્યતાને અનુલક્ષીને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જિલ્લા APMC તેમજ ગોડાઉનમાં રાખેલ અનાજના જથ્થાને કોઈ નુકસાન ન પોહચે તે માટે યોગ્ય વ્યવસ્થા કરી તકેદારીના તમામ પગલાં લેવા માટે જણાવાયું હતું તેમજ ખેડૂતને કાળજી રાખવા માટે પણ જણાવાયું હતું…