સંતરામપુર નગરમાં મોટાભાગના વાલ લીકેજ હોવાના કારણે પાણીનો બગાડ વધ્યો…
સંતરામપુર તારીખ 26
સંતરામપુર નગરમાં નગરપાલિકા દ્વારા વિવિધ વિસ્તારોમાં ઘરે-ઘરે પાણી આપવા માટે મુખ્ય પાઇપલાઇન માંથી વાલ બેસાડવામાં આવે છે આના થકી દરેકના ઘરે ઘરે પાણી પહોંચાડતા હોય છે પરંતુ સૌથી મોટો પ્રશ્ન એ છે કે વર્ષોથી મુખ્ય પાઇપલાઇનની વાલની મેન્ટેનન્સ ના અભાવે નગરના અલગ અલગ વિસ્તારોમાં 24 કલાક વાલ લીકેજ હોવાના કારણે પાણીનો બગાડ અને વેડફાડ જોવા મળી આવેલો છે જ્યારે બીજી બાજુ ભર ઉનાળામાં પાણી માટે વલખાવ મારવા પડતા હોય છે અને સરકાર દ્વારા અને સરકારી તંત્ર દ્વારા પાણી બચાવો માટેના તેમનું સતત અભિયાન ચાલતું હોય છે જળ એ જીવન છે પાણી બચાવો જીવ બચાવો પરંતુ અહીંયા તો પાલિકાની ગોર બેદરકારીના કારણે 24 કલાક વાલ લીકેજના કારણે વાલને લીકેજ ના કરો અને પાણીનો બગાડ કરો તેવું સૂત્ર અત્યારે બની રહ્યું છે હવે પાલિકા પાણીનો કેટલો બચાવ કરશે તે જોવાનું રહ્યું છે આ તસવીર પરથી ખબર પડી રહી છે કે બસ સ્ટેશન વિસ્તાર સીભાઈ ચોકડી મયુર હોટલની બાજુમાં ગલીમાં આવા વિવિધ વિસ્તારોમાં 24 કલાક વાલ લીકેજ હોવાના કારણે સતત પાણીનો બગાડ થયેલો જોવાયેલો છે રોડ ઉપર ચારેય બાજુ પાણી ફરી વળતા રસ્તાઓ પણ તૂટી જાય છે કાદવ કિચન પણ વધે છે અને મુશ્કેલી પણ પડતી હોય છે આવા નાના મોટા વિવિધ પ્રશ્નો પણ ઊભા થાય છે પરંતુ નગરપાલિકાનું પાણી હલતું નથી અને કામગીરી નિભાવવામાં નિષ્ફળ ગયેલી છે.