ઇલ્યાસ શેખ સંતરામપુર
સંતરામપુરમાં ઈદ-ઉલ-ફિત્રની ઉજવણી કરવામાં આવી…
સંતરામપુરમાં રમજાનનો મુબારકના મહિનો પૂર્ણ થતા જ આજ રોજ સવારે રમજાન ઈદની ઉજવણી કરવા માટે મુસ્લિમ બિરાદરો સવારથી તડામણ તૈયારીઓ કરી સંતરામપુર ઇદગા મસ્જિદમાં ઈદની નમાજ અદા કરવામાં આવી જુમ્મા મસ્જિદના પેશ ઈમામ ભાઈ ભાઈચારા માટે રહેવા માટેનો સંદેશો આપ્યો હતો ઇદની નમાજ પૂર્ણ થતા જ મુસ્લિમ બિરાદરો એકબીજાને ગળે મળીને ઈદ મુબારક પાઠવેલી હતી સંતરામપુરના અલગ અલગ મહત્વના વિસ્તારોમાં અને ધાર્મિક સ્થળો બાજુ પોલીસ તંત્ર દ્વારા ઈદને અનુલક્ષી લઈને ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવેલો ઇદ ના તહેવાર નિમિત્તે સંતરામપુર પોલીસે શાંતિપૂર્વક માહોલ જળવાઈ ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો મુસ્લિમ સમાજના અગ્રણીઓ પોલીસ સ્ટાફ અને વહીવટી તંત્રને નગરવાસીઓને ઈદની શુભેચ્છા પાઠવી હતી સંતરામપુર ની વાડી વિસ્તારમાં ઇદના ભાગરૂપે નાનો ઇદના મેળાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.