ઇલ્યાસ શેખ :- સંતરામપુર
સંતરામપુર તાલુકાના ડાહ્યાપુર ગામે આવેલું 600 વર્ષ જૂનું બળીયાદેવનું મંદિર શ્રદ્ધાળુ માટે આસ્થાનું કેન્દ્ર બન્યુ…
સંતરામપુર તા.16
સંતરામપુર તાલુકાના ડાહ્યાપુર ગામે બળિયાદેવનું મંદિર 600 વર્ષ જૂનું વર્ષોથી શ્રદ્ધા આ મંદિરમાં દર રવિવારે શ્રીફળ લઈ આવીને દર્શન કરવા માટે આવતા હોય છે હવન કરીને માનતા રાખે છે પાંચ રવિવાર દર્શન કરવા આવે છે દર્શન કરી ગયા પછી શ્રધ્ધા ને કેવું છે કે પાંચ જ રવિવારમાં કોઈપણ કામ ધારેલું હોય થઈ જાય છે દૂર દૂરથી બળિયા દેવના દર્શન કરવા માટે રવિવારના રોજ દિવસભર શ્રદ્ધાળુઓની ભીડ જોવા મળી આવતી હોય છે આ બળીયાદેવ મંદિરમાં કોઈપણ પ્રકારનું દાન લેવામાં આવતું જ નથી અને કોઈ પણ શ્રદ્ધાઓની આ બાબતની વાત કરવામાં આવતી નથી ફક્ત એક શ્રીફળ લઈને આવે છે અને દર્શન કરીને જાય છે શ્રદ્ધાઓની માનતાઓ પૂર્ણ થઈ જતી હોય છે 600 વર્ષ જૂનું આ મંદિર હજુ પણ લોકો માટે આશીર્વાદ રૂપ સમાન થયું છે અહીંયા કોઈપણ પ્રકારની લેવડદેવડની વાત કરવામાં આવતી જ નથી શ્રદ્ધાળુ દર્શન કરીને અને શ્રીફળ વધેરી ને જાય છે રવિવારે શ્રદ્ધાળુ દર્શન કરવા માટે નો મેળો જામતો હોય છે મેળો જમતો હોય છે આ મંદિરમાં ચારે બાજુ ખુલ્લું હોવા છતાં અને બેસવાની સુવિધા નથી તેમ છતાં પરંતુ દર્શન માટે લોકોની ફળાફળી જોવા મળતી હોય છે 600 વર્ષ જૂનું બળીયાદેવનું મંદિર માં લોકોની ભીડ દિવસે વધારે જોવા મળી આવતી હોય છે..