Tuesday, 14/01/2025
Dark Mode

સંતરામપુરમાં કાળાબજારી કરતા સુપર માર્કેટને સીલ મારતું નગરપાલિકા તંત્ર : અન્ય એક સામે કાર્યવાહી કરવામાં આવી

સંતરામપુરમાં કાળાબજારી કરતા સુપર માર્કેટને સીલ મારતું નગરપાલિકા તંત્ર : અન્ય એક સામે કાર્યવાહી કરવામાં આવી

ઇલ્યાસ શેખ @ સંતરામપુર 

સંતરામપુર તા.28

મહીસાગર જિલ્લાના સંતરામપુર ખાતે લોકડાઉન દરમિયાન આવશ્યક ચીજવસ્તુઓના વેચાણ કરી રહેલા વેપારી દ્વારા ગ્રાહક પાસેથી વધુ નાણાં લઇને લૂંટફાટ કરવામાં આવતી હોવાની વિગતનો તંત્રના ધ્યાને આવતા આવા વેપારીઓ પર તવાઈ આવી રહી છે.પૂરતો સ્ટોક હોવાને છતાં બંધ રાખવામાં આવતા સંતરામપુર બસ સ્ટેન્ડ પાસે આવેલા એક સુપરમાર્કેટ ને સીલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે સૂત્રોના જણાવ્યા અનુસાર સંતરામપુર કોલેજ રોડ પર આવેલા રામદેવ સુપરમાર્કેટમાં જીવન જરૂરી ચીજવસ્તુઓનો પૂરતો સ્ટોક હોવા છતાં છેલ્લા કેટલા સમયથી દુકાન બંધ રાખવામાં આવતી હોવાની ફરિયાદ ઉઠી હતી આ અંગેની જાણ થતાં મામલતદાર દુકાનના સ્ટોકની ચકાસણી માટે દોડી ગયા હતા કટીંગ આ તબક્કે માર્કેટ બંધ જોવા મળતા પુરવઠા વિભાગના અધિકારીઓ દ્વારા તેને તાત્કાલિક સીલ મારવામાં આવ્યું હતું આ ઉપરાંત સંતરામપુર બસ સ્ટેશન પાસે નવકાર કરિયાણા સ્ટોર ની દુકાનમાં વેપારી દ્વારા તેલ ના ડબ્બા ના નિયત ભાવ કરતાં વધુ નાણાં લેવામાં આવતા હોબાળો મચી ગયો હતો આ અંગેની જાણ થતાં મામલતદાર સ્થળ પર પહોંચી જઈને તાત્કાલિક વેપારી પાસેથી વધારાના ગ્રાહકને પરત અપાવીને તેની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી

error: Content is protected !!