
સિંગવડમાં ચોરીની ધટનાઓ રોકવા વેપારીઓની સાંસદ ને રજૂઆત..
સીંગવડ તા. ૧૨
સિંગવડ ખાતે અવારનવાર ચોરીઓના બનાવો બનવાના લીધે સિંગવડ નગરના વેપારીઓ દ્વારા દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોર ના નિવાસ્થાને રજૂઆત કરવામાં આવી હતી ત્યારબાદ સાંસદ દ્વારા સિંગવડ ખાતે નગરશેઠ પંકજભાઈ શાહને ત્યાં ગ્રામજનોની મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોર ડીવાયએસપી વ્યાસ પીઆઇ એન કે ચૌધરી તથા ગામજનો ઉપસ્થિત રહ્યા હતા જ્યારે ગ્રામજનો દ્વારા સાંસદને કેમેરા લાઇટો તથા પોલીસ તથા જી.આર.ડી ના પોઇન્ટ વધારવા માટે રજૂઆત કરવામાં આવી હતી જેમાં સાંસદ દ્વારા ગ્રામજનોને કેમેરા સોલર લાઈટ તથા પોલીસ પણ વધારવા માટે ની લાગતા વળગતા અધિકારીઓને સુચનાઓ આપવામાં આવી હતી તથા આવી ચોરીઓ જે બને છે તેને ડામવા માટે નો પ્રયત્ન કરવા માટે પણ જણાવવામાં આવ્યું હતું જ્યારે ગ્રામજનો દ્વારા પણ સાંસદને ગટરના પાણીના નિકાલ ગામમાં આરસીસી રોડ તેના માટે પણ રજૂઆત કરવામાં આવી હતી તેના માટે પણ સાંસદ દ્વારા ગ્રામજનો ને સાથ સહકાર આપવામાં આવે તો આ બધું કામ શક્ય થઈ શકે તેમ છે તેમ જણાવ્યું હતું.