
સિંગવડમાં પોલીસનુ પતંગ ની દુકાનો ઉપર સરપ્રાઈઝ ચેકીંગ….
સિંગવડ નગર ખાતે રણધીપુર પોલીસ દ્વારા ઓચિંતી પતંગના વેપારીને ત્યાં તપાસ કરતા દોરા પીવડાવવામાં કાચનો ઉપયોગ કરતા પાંચ જેટલા વેપારીઓને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
સીંગવડ તા. ૧૨
સિંગવડ નગરમાં રણધીપુર પોલીસ દ્વારા ઓચિંતા પતંગના વેપારીઓને ત્યાં ચાઈનીઝ દોરા તથા સરકારી તંત્ર દ્વારા નવી ગાઈડ લાઈન બહાર પાડતા રણધીપુર પોલીસ સ્ટેશનના પીઆઇ એન કે ચૌધરી ની સૂચના મુજબ રણધીપુર પોલીસ સ્ટેશનના પીએસઆઇ જીબી રાઠવા તથા પોલીસ સ્ટાફ ને સાથે રાખીને સિંગવડ નગરમાં પતંગ ના વેપારીને ત્યાં તપાસ કરતા વેપારીઓને ત્યાંથી દોરો પીવડાવતી વખતે જે કાચનો ઉપયોગ કરવામાં આવે છે તેના પર પ્રતિબંધ લાગેલો હોય અને તે અમુક અંશે મળી આવતા તે વેપારી સામે 118 કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જ્યારે પાંચ જેટલા વેપારીઓને લાવીને તેમના જામીન કરવામાં આવ્યા જ્યારે સરકાર દ્વારા અવારનવાર પતંગના દોરાઓના લીધે મોટરસાયકલ ચાલકો ના ગળા કપાઈ જતા હોવાના લીધે સરકારી તંત્ર દ્વારા આવ નવા બનાવ ન બને તેના માટે આવા કાયદા કરવામાં આવતા હોય છે.