
ઈલિયાશ શેખ :- સંતરામપુર
સંતરામપુર તાલુકામાં ડાંગરની ખરીદીમાં 40% તફાવત જોવા મળ્યો …
સંતરામપુર તા. ૧૨
ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને જાહેર કરેલા ટેકાનો ભાવ સારો મળી રહે તેના હેતુથી સરકારે ડાંગર ખરીદવા માટેની શરૂ કરવામાં આવેલી હતી છેલ્લા પાંચ વર્ષમાં આ વખતે સરકારના ટેકાનો ભાવ અને બજારના ભાવમાં માત્ર તફાવત 20 કિલો ડાંગર પાછળ માત્ર ₹20 ના જ ફરક હતો આ વખતે ટેકાના ભાવમાં સરકારો ભાવ ઓછો હોવાના કારણે ખેડૂતોમાં એક બાજુ નારાજગી પણ જોવા મળી આવી અને જ્યારે બીજી બાજુ આ વખતે ખેડૂતો હોય ડાંગર માર્કેટમા વેચાણ કર્યું જ્યારે બીજી બાજુ ગામડામાં માં ઘર આંગણેજ મોટાભાગના વેપારીઓ ડાંગરની ખરીદી કરીને લઈ જતા હોય છે આ વખતે માર્કેટમાંથી એક કરોડ એસી લાખ 42,4 65 ની માર્કેટ માંથી ડાંગરની ખરીદી થઈ ગત વર્ષ કરતાં બે કરોડ રૂપિયાની અંદાજે સરકાર પાસે ડાંગરની આવકમાં ઘટાડો જોવા મળી આવેલો હતો ગયા વર્ષે 2023 માં કુલ બેગ 1 લાખ 60 હજાર 225 ની ખરીદી થયેલી હતી જ્યારે આ વખતે 2024 માં 1,37,892 બેગની ખરીદી થઈ હતી તો આ વખતે સૌથી મોટો તફાવત જોવા મળી આવે ગયેલો હતો 22413 બેગ ઓછી થઈ માર્કેટમાં એક કરોડ એસી લાખ 42 હજારની 465 ની ડાંગર સંતરામપુર તાલુકાના વેપારીઓએ ખરીદી કરી અને ખેડૂતોએ તેનું વેચાણ કર્યું સરકારના ટેકાના ભાવ અને વેપારી ભાવમાં વધારે તફાવત જોવા ન મળવાના કારણે ખેડૂતનો પ્રશ્નો ક્યાં હતો ત્યાં થઈને જ ઉભો રહ્યો જ્યારે ઘઉંની ખરીદી માટે ઓનલાઇન કોટન ચાલુ કર્યા પછી પણ અત્યાર સુધીમાં માત્ર 5 થી 10 જેટલા ખેડૂત હોય ઓનલાઇન નોંધણી કરી છે.