
જયેશ ગારી: કતવારા
દાહોદ તાલુકાના કતવારામાં પોલીસે પતંગ અને માંઝા ની દુકાનોમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું…
દાહોદ તા.12
દાહોદ જિલ્લામાં ઉતરાણ પર્વ દરમિયાન પ્રતિબંધિત ચાઇનીઝ દોરી નું વેચાણ અટકાવવા માટે જિલ્લા પોલીસ અધિક્ષકના માર્ગદર્શનમાં કતવારા પોલીસ દ્વારા નગરમાં આવેલ પતંગ અને માંઝા ની દુકાનોમાં દુકાનોમાં સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. અને દુકાનો ના માલિકો અને કતવારાના નાગરિકો ને નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા ચાઇનીઝ માંઝા, તુક્કલ અને ગ્લાસ કોટેડ દોરી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, તેનું પાલન કરવા માટે અપીલ કરવામાં આવી હતી.
જોકે ચાયનીઝ માંઝા તુક્કલ અને ગ્લાસ કોટેડ દોરીનો ઉપયોગ વ્યક્તિઓ અને પક્ષીઓ માટે ખુબજ જોખમી છે. અને તેનો ઉપયોગ કરવો સજા પાત્ર ગુનો છે તેના વિશે કતવારા ના દુકાન દારો અને કતવારા ના નાગરિકો ને સમજણ પાડવા માં આવી હતી .અને કતવારા પોલીસ દ્વારા નાના નાના બાળકો ને પતંગ પણ વિતરણ કરવામાં આવી હતી.