Wednesday, 11/12/2024
Dark Mode

સંતરામપુર પાલિકા દ્વારા વિવિધ વિસ્તારોમાં સેનિટાઇઝની દવાનો છટકાવ કર્યો: કટોકટીના સમયમાં સ્વેચ્છિક સંસ્થાઓ દ્વારા જરૂરતમંદ લોકોને રાહત કીટ વિતરણ કરાઈ

સંતરામપુર પાલિકા દ્વારા  વિવિધ વિસ્તારોમાં  સેનિટાઇઝની દવાનો છટકાવ કર્યો: કટોકટીના સમયમાં સ્વેચ્છિક સંસ્થાઓ દ્વારા જરૂરતમંદ લોકોને રાહત કીટ વિતરણ કરાઈ

ઇલ્યાસ શેખ @ સંતરામપુર 

સંતરામપુર તા.29

મહીસાગર જિલ્લાના સંતરામપુર નગરપાલિકા વિવિધ વિસ્તારમાં દવા છંટકાવ અને સેનિટાઇઝેશનની કામગીરી કરાઈ, લોકડાઉનના આ સમયમાં જરૂરીયાતમંદ લોકોની ઓળખ કરી અનાજની કીટો સ્વેચ્છિક સંસ્થાઓ ધ્વારા વિતરણ કરાઇ

સમગ્ર ગુજરાત રાજ્યમાં કોરોનાવાયરસ (COVID-19) સામે સાવચેતીના પગલારૂપે જેની ગંભીરતાને ધ્યાને લેતા તેના સંક્રમણને નાથવા માટે અનેકવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે મહીસાગર જિલ્લામાં સંતરામપુર નગરપાલિકાના વિવિધ વિસ્તારમાં દવા છંટકાવ અને સેનિટાઇઝેશનની કામગીરી કરવામાં આવી છે.જેમાં સહકારદીપ સોસાયટી, યોગેશ્વર સોસાયટી, જ્ઞાનદીપ સોસાયટી, મંગલજ્યોત સોસાયટી, રત્નદીપ સોસાયટી, એલ.આઈ.સી – ૧ અને એલ.આઈ.સી.-૨ સોસાયટીઓમાં તેમજ મોટા બજારથી કારગીલ પેટ્રોલ પંપ સુધી, વોર્ડ નં.૧ માં આવેલ સ્લમ વિસ્તારો ભીંડા તલાવડી, સંત જુના તળાવ, સંત, મહુડી ફળિયા, હડમત ફળિયામાં  સોડીયમ હાયપોક્લોરાઈડનો છંટકાવ,  સેનિટાઇઝેશનની કામગીરી કરવામાં આવેલ છે. સંતરામપુર નગરપાલિકામાં આવેલ તમામ વિસ્તારમાં ગેમેક્સિન પાવડર નો છંટકાવ કરવામાં આવે છે. આ ઉપરાંત સરકાર દ્વારા કોરોનાવાયરસ (COVID-19)ની ગંભીરતાને ધ્યાને લેતા તેના સંક્રમણને નાથવા માટે લોકડાઉનનો નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારે આ સમયમાં સંતરામપુર નગરપાલિકા વિસ્તારમાં જરૂરિયાતમંદ લોકોને તેમજ જેઓ પાસે રેશનકાર્ડ નથી તેવા જરૂરીયાતમંદ લોકોની ઓળખ કરી અનાજની કીટો સ્વેચ્છિક ધ્વારા વિતરણ કરવામાં આવેલ છે તેમજ તેમને ઘરે રહેવા સુરક્ષિત રહેવા અપીલ કરવામાં આવી છે.

error: Content is protected !!