Wednesday, 05/02/2025
Dark Mode

વાંગડમાં દેવ દિવાળી નિમિત્તે ભજન સંધ્યા અને આનંદ આરતીનો કાર્યક્રમ યોજાયો,

વાંગડમાં દેવ દિવાળી નિમિત્તે ભજન સંધ્યા અને આનંદ આરતીનો કાર્યક્રમ યોજાયો,

હિતેશ કલાલ @ સુખસર 

ફતેપુરાના વાંગડ ગામે દેવ દિવાળી નિમિત્તે ભજન સંધ્યા અને આનંદ આરતી નો કાર્યક્રમ યોજાયો,મધ્યપ્રદેશના મહંત વિશ્રામદાસજી ના કર કમલો દ્વારા યોજાયો કાર્યક્રમ 

ફતેપુરા તા.13       

ફતેપુરા તાલુકાના વાંગડ ગામે દેવ દિવાળી નિમિત્તે જિલ્લા પંચાયત પ્રમુખ ના નિવાસ્થાને ભજન સંધ્યા અને આનંદ આરતીનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં મધ્ય પ્રદેશ ધંધુડકા ના મહંત 108  વિશ્રામદાસજી ના કર કમળ દ્વારા કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં આ વિસ્તારના અને ભક્તોએ લાભ લીધો હતો.

  ફતેપુરા તાલુકાના વાંગડ ગામે દાહોદ જિલ્લા પંચાયત પ્રમુખ  યોગેશભાઈ પારગી ના વિસ્તારમાં ચૌદસ અને દેવ દિવાળીનો તહેવાર નિમિત્તે ભજન સંધ્યા સંધ્યા પાઠ અને આનંદ આરતીનો કાર્યક્રમ નું આયોજન કરાયું હતું જેમાં મધ્યપદેશ ધંધુકાના મહંત શ્રી શ્યામદાસજી કમળો દ્વારા કાર્યક્રમ યોજાયો હતો સત્ય નામ બંદગી સાહેબ દ્વારા સંધ્યા પાઠ કરાયો હતો અને રાત્રીના સમયે આનંદ આરતી કરવામાં આવી હતી જેમાં આસપાસના વિસ્તારોમાંથી હજારોની સંખ્યામાં ભક્તોએ આનંદ આરતીનો લ્હાવો લીધો હતો અને દેવ દિવાળી નિમિત્તે ગુરુજી ના આશિર્વાદ લીધા હતાં.

error: Content is protected !!