Wednesday, 04/12/2024
Dark Mode

નગરમાં દિનપ્રતિદિન વિકરાળ બનતી જતી ટ્રાફિક સમસ્યા :વહીવટી તંત્ર ઘોર નિંદ્રામાં

નગરમાં દિનપ્રતિદિન વિકરાળ બનતી જતી ટ્રાફિક સમસ્યા :વહીવટી તંત્ર ઘોર નિંદ્રામાં

ઇલ્યાસ શેખ @ સંતરામપુર 

સંતરામપુર નગરમાં દિનપ્રતિદિન વધતી જતી ટ્રાફિક સમસ્યાથી વાહનચાલકો થી માંડી રાહદારીઓ પણ પરેશાન , લારી ગલ્લા પથારાવાળાનો જાહેર રસ્તા પર અડિંગો જમાવી લેતા રોડ હજી સાંકડો બન્યો, સ્થાનિક લોકો દ્વારા ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવા છતાંય પરિણામ શુન્ય,પોલીસ તંત્રની નબળી કામગીરીથી લોકોમાં રોષની લાગણી, 

સંતરામપુર તા.12

સંતરામપુર નગરમાં ટ્રાફિક સમસ્યામાં હદ વટાવી તંત્ર જાગવા તૈયાર નથી સંતરામપુર નગરમાં દિન-પ્રતિદિન ટ્રાફિક સમસ્યાનો વિકટ બનતી જાય છે કેટલાક જાગૃત સ્થાનિક વ્યક્તિઓએ ઉચ્ચ કક્ષાએ અને સંતરામપુરમાં વારંવાર રજૂઆત કરવા છતાં સરકારી તંત્ર નિંદ્રામાં છે સંતરામપુર નગરમાં છેલ્લા એક માસથી દિવસે દિવસે મુખ્ય રસ્તા ઉપર ટ્રાફિક સમસ્યા ઓ વધી જાય છે આના કારણો પસાર થતા વાહનચાલકોને મુશ્કેલી અને કલાકો સુધી ટ્રાફિક જામના કારણે ઉભા રહેવું પડતું હોય છે અને સમય બગાડતો હોય છે જ્યાં દેખાય રોડ રોડ પાસે વાહનો પાર્ક કરી દેવામાં આવે છે અડધો ઉપર મુખ્ય રસ્તો ઉપર વાહ નો પાર્ક કરવાથી ટ્રાફિક સમસ્યા વધતી જાય છે કોઈ પણ જગ્યા પાર્કિંગની સુવિધા પણ નથી નગરપાલિકા અને પોલીસ તંત્ર ટ્રાફિક સમસ્યાને દૂર કરવામાં નિષ્ફળ ગયેલી છે એકબીજા પર ધોળે છે પણ કામ કરવા તૈયાર જ નથી આજે નગરના મુખ્ય માર્ગ પર ગોધરા ભાગોળ રોડ લુણાવાડા રોડ બજાર માર્કેટ સુખી નદીનો બ્રિજ પ્રતાપપુરા દરેક જગ્યાએ ટ્રાફિક હલ કરવામાં સરકારી તંત્ર નિષ્ફળ ગયેલું છે ક્યાં સુધી આ રીતના ટ્રાફિક સમસ્યા સ્થાનિક રહીશો અને વાહનચાલકો હેરાનગતિ વેઠી રહ્યા છે આજે સંતરામપુર નગરમાં ટ્રાફિક સમસ્યાના પ્રશ્ન હલ કરવા તૈયાર જ મન ફાવે ત્યાં રોડ ઉપર વાહનો મૂકી દેવા નગરમાં ટ્રાફિક સમસ્યા હલ થશે નગરની પ્રજા પૂછી રહી છે.

error: Content is protected !!