Thursday, 25/04/2024
Dark Mode

સિંગવડના વડાપીપળા ગામેથી કિંમતી સાગી લાકડાના વળાઓ ભરેલું ટ્રેક્ટર ઝડપાયું:ટ્રેક્ટરચાલક તેમજ લાકડા કાપનાર મજૂરો થયાં ફરાર: વનવિભાગ તપાસમાં જોતરાયુ

સિંગવડના વડાપીપળા ગામેથી કિંમતી સાગી લાકડાના વળાઓ ભરેલું ટ્રેક્ટર ઝડપાયું:ટ્રેક્ટરચાલક તેમજ લાકડા કાપનાર મજૂરો થયાં ફરાર: વનવિભાગ તપાસમાં જોતરાયુ

કલ્પેશ શાહ @ સીંગવડ 

સીંગવડ પંથકમાં કિંમતી સાગી લાકડાની વધતી જતી ચોરીઓ, પંથકમાં લાકડાચોરો બન્યા સક્રિય, ટૂંકાગાળામાં બે જગ્યાએથી કિંમતી સાગીલાકડાની વળીઓ પકડતું વનવિભાગ,સીંગવડના આસપાસના જંગલોમાં કિંમતી સાગી લાકડાની વળીઓ ચોરી થયાંના કેટલાય બનાવોથી પ્રકૃતિપ્રેમીઓ ચિંતિત, વનવિભાગ દ્વારા આ વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ અનિવાર્ય  

સીંગવડ તા.29

સિંગવડ તાલુકાના વડાપીપળા ગામેથી સાગી લાકડાના વળાઓ ભરેલું ટ્રેક્ટર રંધીકપુર આર.એફ.ઓ ની ટીમે ઝડપી પાડી તપાસ હાથ ધરી છે. રણધિકપુર આર એફઓ દ્વારા આ જ મહિનામાં લાકડા ભરેલું બીજું ટેકટરને ઝડપી પાડી પ્રશંસનીય કામગીરી કરી હોવાનું ચર્ચાઈ રહ્યું છે

સિંગવડ તાલુકાના વડા પીપલા ગામે રણધીકપુર રેન્જ વિભાગના જંગલમાંથી સાગી લાકડાના મોટા વળા કાપીને લઈ જતા ટ્રેક્ટરને રેન્જ આર.એફ.ઓ અને રણધીકપુર વન વિભાગ ની ટીમ દ્વારા મધ્યરાત્રીએ ઝડપી પાડવામાં આવ્યું હતું. વન વિભાગના કર્મચારીઓઓ દ્વારા હાલમાં કોરોના વાયરસ દરમિયાન લોકડાઉન હોય જંગલમાં મોટા ભાગે કટીંગ થઈ રહેતું હોવાની ફરિયાદઓ થઈ રહી હોવાની ચોક્કસ બાતમીના આધારે  વિભાગના કર્મચારીઓ સતત પેટ્રોલિંગ કરી રહ્યા હતા તે દરમિયાન વડા પીપળા ગામ એ જંગલની જમીનમાંથી વનવિભાગના જંગલમાંથી ટ્રેક્ટરમાં વિપુલ પ્રમાણમાં સાગી લાકડાની વળીઓ કાપીને લઈ જવામાં આવી રહી છે. વડા પીપળા ગામે તપાસ હાથ ધરતા એક ટ્રેક્ટરમાં જંગલની વિસ્તાર માંથી મોટા મોટા લાકડાના વળા ભરેલું ટ્રેકટેર ઉભેલુ હતું ત્યાર વન વિભાગ ની ટીમ ને આવતા જોઈ ટ્રેક્ટર ચાલક તેમજ લાકડા કાપનાર મજૂરો ભાગી છૂટયા હતા. જ્યારે વન વિભાગ ટીમ દ્વારા  GJ20B4147 નંબરના ટ્રેક્ટરમાંથી 10 નંગ સાગના મોટા વળાઓ મળી આવતા ટે રણધીકપુર આર.એફ.ઓ અને એમની ટીમે લાકડાના વળા અને ટ્રેકટર સહિતનો મુદા માલ જપ્ત કરી ઝડપી પાડી વધુ પ્રાથમિક તપાસ હાથ ધરતા સીંગવડ તાલુકાના છાપરી ગામના હોવાનો જણાઈ આવ્યું હતું મુદ્દામાલ જપ્ત કરી ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

error: Content is protected !!