Thursday, 28/03/2024
Dark Mode

લીમખેડા:લોકડાઉનના ભંગ બદલ બે દુકાનોને સીલ મારતું સ્થાનિક વહીવટી તંત્ર

લીમખેડા:લોકડાઉનના ભંગ બદલ બે દુકાનોને સીલ મારતું સ્થાનિક વહીવટી તંત્ર

 અભેસિંહ રાવલ @ લીમખેડા 

લીમખેડાના દુધિયામાં લોકડાઉન નો ભંગ કરવા બદલ પિયુષ કલોથ સ્ટોરને લીમખેડા મામલતદારે સીલ મારતા ફફડાટ,લીમખેડા બજારમાં એક ચાની દુકાનને પણ સીલ કરવામાં આવી

લીમખેડા તા.29

લીમખેડા તાલુકાના દુધીયા ગામમાં કેટલાક વેપારીઓ દ્વારા વહેલી સવારથી જ અનાવશ્યક ચીજવસ્તુઓ ની દુકાનો ખોલીને વેપાર કરતા હોવાની ફરિયાદો લીમખેડા મામલતદાર ને મળી હતી જેને લઈને આજે લીમખેડા ના મામલતદાર ઘનશ્યામ પટેલ સ્ટાફને સાથે દુધીયા ગામની આકસ્મિક મુલાકાત લેતા દુધીયા બજારમાં આવેલી પીયુષ કલોથ સ્ટોર નામની દુકાન ખુલ્લી રાખીને કાપડનો વેપાર કરી સરકારના જાહેરનામાનો ભંગ કરવા બદલ દુકાનને સીલ કરવામાં આવતા  વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો,

કેન્દ્ર સરકાર દ્વારા કોરોનાવાયરસ ફેલાતો અટકાવવા માટે લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે અને જાહેર જનતાને આવશ્યક ચીજવસ્તુઓ મળી રહે તે માટે સવારના ૭ થી ૧૧ વાગ્યા સુધી આવશ્યક ચીજવસ્તુઓ ની દુકાનો ખોલવા માટેની મંજુરી આપવામાં આવેલ છે તેમ છતા દુધીયા ગામના કેટલાક લોભિયા વેપારીઓ દ્વારા સરકારના જાહેરનામાની ઐસીતૈસી કરીને અનાવશ્યક ચીજવસ્તુઓની દુકાનો ખોલવામાં આવતી હોવાની વ્યાપક ફરીયાદો ઉઠવા પામી હતી અને કેટલીક અનાવશ્યક દુકાનો ખુલ્લી હોવાના ફોટાઓ સોસિયલ મિડીયા વાયરલ થતા લીમખેડા ના મામલતદાર ઘનશ્યામ પટેલ ચોકી ઉઠયા હતા અને સ્ટાફ સાથે તાત્કાલિક દુધીયા ગામે પહોંચ્યા હતા અને દુધીયા ગામે તપાસ કરતા પિયુષ ક્લોથ સ્ટોર નામની દુકાન ખુલ્લી રાખી વેપાર કરતા હોવાથી સરકાર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ લોકડાઉન અને કલેક્ટર દાહોદ ના જાહેરનામા સહિત કલમ ૧૪૪ નો ભંગ કરવા બદલ પિયુષ કલોથ સ્ટોર ને સીલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ ઉપરાંત લીમખેડા બજારમાં પણ એક ચાની દુકાન ખુલ્લી રાખી ચાનો વેપાર કરી જાહેરનામાનો ભંગ કરવા બદલ ચાની દુકાનને પણ સીલ કરી દેવામાં આવી છે.

error: Content is protected !!