કલ્પેશ શાહ @ સીંગવડ
સીંગવડ તા.25
સિંગવડ તાલુકાના આજુબાજુના ગામના આગેવાનો દ્વારા ચેકપોસ્ટો બનાવવામાં આવી
સિંગવડ તાલુકાના કટારાની પલ્લી પીપળીયા આરોડા ચુંદડી માતાના પાલ્લા હાંડી અગારા વગેરે ગામોમાં કોરોના વાયરસ જેવી ગંભીર બીમારી ને ધ્યાનમાં લઈને બધા જ ગામોમાં ચેકપોસ્ટ બનાવવામાં આવી તથા તેમના સરપંચો તથા ગામના આગેવાનો દ્વારા 9 થી 11 વાગે ના ટાઈમ શિવાય જો કોઈ પણ પોતપોતાના ગામના નાગરિકો બજારમાં કે કોઈ કોઈ બીજા કોઈપણ જગ્યાએ બિનજરૂરી કામ વગર બહાર જવાનું નહીં થતાં ગામમાં પણ વારંવાર અવર જવર કરવી નહીં અને પોતાના ઘરે બેસી રહેવાનું તથા જો કોઈ પણ વ્યક્તિ આવા ટાઈમ માં વધારે પડતા જો બહાર અવર જવર કરશે તો તેના સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે તેવું ગામના સરપંચ દ્વારા જણાવવામાં આવ્યું છે.લોકડાઉનની પરિસ્થિતિના લીધે જે લોકો વારંવાર ગામમાં અવરજવર કરે છે તેને લીધે આ કોરોના જેવા રોગ થવાની ભીતિ રહે છે તે માટે ગામના લોકોને સાવધાન રહેવાની જરૂર છે ઘરમાં બેસી રહેવાની જરૂર છે માટે આ કાર્યવાહીમાં ગામના સરપંચ તથા આગેવાનો દ્વારા કાર્ય હાથમાં લેવામાં આવતા આવા રોગોમાં માં થોડીક રાહત રહેશે તેમ જણાવવામાં આવ્યું