Friday, 21/01/2022
Dark Mode

સંતરામપુરમાં એફ.ઈ.એસ. સંસ્થા દ્વારા જરૂરિયાતમંદોને રાહત કીટ વિતરણ કરાઈ

સંતરામપુરમાં એફ.ઈ.એસ. સંસ્થા દ્વારા જરૂરિયાતમંદોને રાહત કીટ વિતરણ કરાઈ

ઇલ્યાસ શેખ @ સંતરામપુર 

સંતરામપુરમાં એફ.ઈ.એસ. સંસ્થા દ્વારા જરૂરિયાતમંદોને રાહત કીટ આપવામાં આવી

સંતરામપુર તા.25

કોરોના વાઈરસ ફેલાતો અટકાવવા માટે સરકારે લોકડાઉન જાહેર કરેલ છે. ત્યારે આવા સમયમાં સૌથી વધારે અસર અતિવંચિત કુટુંબોને થતો હોય છે. આવા વંચિત કુટુંબોને કોઈને કોઈ પ્રકારે મદદ કરવી તે સૌની ફરજ છે. આવા લોકોની મદદ માટે સરકારી વિભાગો, સ્વૈચ્છિક સંસ્થાઓ, દાતાઓ અને ગ્રામ આગેવાનો આગળ આવતા જ હોય છે. આજ રીતે ગુજરાતમાં કાર્યરત ફાઉન્ડેશન ફોર ઈકોલોજીકલ સિક્યુરીટી (એફ.ઇ.એસ.) સંસ્થા દ્વારા ગ્રામ સંસ્થાઓ, ગ્રામ પંચાયતો, તથા ગામઆગેવાનો દ્વ્રારા સંતરામપુર અને કડાણા તાલુકામાં અતિ વંચિત કુટુંબો જેવા કે જમીન વિહોણા, નિરાધાર વિધવા, નિરાધાર વિક્લાંગ અને નિરાધાર વૃદ્ધ જેવા કુટુંબોને ઓળખીને સર્વે કરી સંતરામપુર તાલુકાનાં ૨૦ ગામોમાથી ૫૩૩ કુટુંબો તથા કડાણા તાલુકાનાં ૩૬ ગામોમાથી ૩૬૧ કુટુંબોની યાદી બનાવી છે. આ કુટુંબોને આવા કપરા સમયમાં જીવન નિર્વાહ માટે જરૂરી કરિયાણાનું સામાનનું વિતરણ કરવામાં આવી રહી છે. જેમાં ખાધ્ય સામગ્રી જેવી કે દાળ, ચોખા, ચા, ખાંડ, તેલ, મરચું, હળદર, કઠોળ અને સાબુ જેવી જીવન જરૂરિયાતના સામાનની કીટ બનાવીને વિતરણ કરવામાં આવી રહ્યું છે. જેમાં કડાણા તાલુકાનાં અમથાણી, જોગણ અને બચકરીયા ગામમાં વિતરણ દરમિયાન સંતરામપુર અને કડાણા વિસ્તારના ધારાસભ્ય શ્રી કુબેરભાઈ ડિંડોર, એફ.ઈ.એસ. સંસ્થાની ટીમ અને ગ્રામ આગેવાનો જોડાઈ હતી.

error: Content is protected !!