
હિતેશ કલાલ @સુખસર
ફતેપુરા તાલુકા માં 39 ગ્રામ પંચાયતમાં ધારાસભ્ય ગ્રાન્ટ માંથી ટેન્કર વિતરણ કરાયા, ધારાસભ્ય રમેશભાઇ કટારા એ લીલી ઝંડી આપી, પીવાના પાણીની સુવિધા પૂરી પાડવા કરાયું
પ્રતિનિધિ દ્વારા સુખસર
ફતેપુરા વિધાનસભાના ધારાસભ્ય રમેશભાઈ કટારા દ્વારા દિવાળી અને નવા વર્ષની ભેટ સ્વરૂપે 39 ગ્રામ પંચાયતમાં પીવાના પાણીની સુવિધા પૂરી પાડવા માટે ટેન્કર નો વિતરણ કરવામાં આવ્યું હતું ગુરૂવારના રોજ લીલી ઝંડી આપી વિતરણ કરાયા હતા, ફતેપુરા વિધાનસભા વિસ્તારમાં ધારાસભ્ય રમેશભાઇ કટારાની ગ્રાન્ટ 2019/20 અંતર્ગત ફતેપુરા તાલુકાની 39 ગ્રામ પંચાયતમાં પીવાના પાણીની સુવિધા માટે ટેન્કરનો વિતરણ કરવામાં આવ્યું હતું ગુરૂવારના રોજ ધારાસભ્ય રમેશભાઈ કટારા ના અધ્યક્ષ સ્થાને વિતરણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં તાલુકા પંચાયત બાંધકામ શાખા ના ઇજનેર એમ.એસ દેવડા સંજેલી સંગઠન મંત્રી સુરેન્દ્રસિંહ સોલંકી વિવિધ ગ્રામ પંચાયતના સરપંચ ગ્રામજનો ઉપસ્થિત થયા હતા ધારાસભ્યના હસ્તે શ્રીફળ વધેરી લીલીઝંડી આપી ટેન્કર વિતરણ કરાયા હતા. ઉનાળાની ઋતુમાં અંતરિયાળ વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા ઉદ્ભવતી હોવાથી ડુંગરાળ વિસ્તાર ગ્રામ પંચાયતોમાં ટેન્કરનો વિતરણ કરાયું હતું.