Friday, 19/04/2024
Dark Mode

દાહોદ જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીનું દિવાળીના પર્વને અનુલક્ષીને જાહેરનામું:દાહોદ જિલ્લા વિસ્તારમાં રાત્રીના ૨૨.૦૦ થી સવારના ૬.૦૦ સુધી ફટાકડા-દારૂખાના ફોડવા ઉપર પ્રતિબંધ

દાહોદ જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રીનું દિવાળીના પર્વને અનુલક્ષીને જાહેરનામું, દાહોદ જિલ્લા વિસ્તારમાં રાત્રીના 22.00થી સવારના 6.00 સુધી ફટાકડા /દારૂગોળો ફોડવા પર પ્રતિબંધ, જાહેરમાર્ગો પર ફટાકડા ફોડી શકાશે નહિ, ચાઇનીસ તુક્કલ વેચવા- ઉડાવવા પર પ્રતિબંધ ફરવામાં આવ્યો 

દાહોદ ડેસ્ક તા.25
 દાહોદ જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી એમ.જે.દવેએ  દિવાળી અને અન્ય તહેવારોને અનુલક્ષીને ફટાકડા ફોડવાથી થતા પર્યાવરણને નુકશાન, ધ્વનિ પ્રદુષણ તથા આગ અકસ્માતના બનાવો ન બને તે માટે પ્રતિબંધિત કૃત્યો અંગેનું જાહેરનામું બહાર પાડયું છે. આ જાહેરનામાનો અમલ ૨૫/૧૦/૨૦૧૯ થી ૦૧/૧૧/૨૦૧૯ સુધી રહેશે. આ જાહેરનામા માટે નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા રીટ પીટીશન નં. ૭૨૮/૨૦૧૫ને ધ્યાનમાં લેવામાં આવી છે.
જાહેરનામા મુજબ દાહોદ જિલ્લા વિસ્તારમાં રાત્રીના ૨૨.૦૦ થી સવારના ૬.૦૦ સુધી ફટાકડા/દારૂખાના ફોડવા ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. હાનિકારક ધ્વનિ પ્રદુષણ રોકવા માટે માત્ર PESO સંસ્થા દ્વારા એવા અધિકૃત બનાવટવાળા અને માન્ય ધ્વનિ સ્તરવાળા જ ફટાકડા વેચી કે વાપરી શકાશે. PESO દ્વારા એવા અધિકૃત બનાવટ/માન્ય ફટાકડાના દરેક બોક્ષ પર PESO ની સુચના પ્રમાણેનું માર્કીગ હોવું જરૂરી છે. કોઇ પણ પ્રકારના વિદેશી ફટાકડા આયાત કરી શકાશે નહી, રાખી શકાશે નહી કે વેચી શકાશ નહી. ઇ-કોમર્સ વેબસાઇટ ફલીપકાર્ડ, એમઝોન સહિતની કોઇપણ ઇ-કોમર્સ વેબસાઇટ ફટાકડા વેચાણ માટે ઓનલાઇન ઓર્ડર લઇ શકશે નહી કે ઓનલાઇન વેચાણ કરી શકાશે નહી. લોકોને અગવડ ઉભી ન થાય કે કોઇ પણ ભયજનક પરિસ્થિતિઓનું નિર્માણ ન થાય તે માટે દાહોદ જિલ્લા વિસ્તારના બજારો, શેરીઓ, ગલીઓ, જાહેર રસ્તાઓ, પેટ્રોલ પંપો, એલપીજી, બોટલીગ પ્લાન્ટ, એલપીજી ગેસના સ્ટોરેજ અન્ય સળગી ન ઉઠે તેવા પદાર્થોને સંગ્રહ કરેલા ગોદામો અને હવાઇ મથકની નજીક ફટાકડા કે દારૂખાનું ફોડી શકાશે નહી. કોઇ પણ સ્કાય લેન્ટર્ન- ચાઇનીઝ તુક્કલનું ઉત્પાદન અને વેચાણ કરી શકાશે નહી કે કોઇ પણ સ્થળે ઉડાડી શકાશે નહી. દાહોદ જિલ્લાના રોડ-રસ્તા, ફૂટપાથ ઉપર દારૂખાનું ફોડવા/સળગાવવા ઉપર તથા આતશબાજી કરવા ઉપર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. દાહોદ જિલ્લાના વિસ્તારમાં આવેલા તમામ કોર્ટ કચેરી, હોસ્પીટલ, શાળાઓ, કોલેજો, શૈક્ષણિક સંસ્થાઓના ૧૦૦ મીટરની ત્રિજયાના વિસ્તારમાં ફટાકડા દારૂખાનું ફોડવા ઉપર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
આ જાહેરનામાનો ભંગ કરનાર સામે દાહોદ જિલ્લાના નાયબ પોલીસ અધિક્ષક, પોલીસ ઇન્સ્પેક્ટર, પીએસઆઇ સુધીનો હોદ્દો  ધરાવનાર તમામ અધિકારીશ્રીઓને ભારતીય ફોજદારી ધારાની કલમ – ૧૮૮ તથા જીપીએકટની કલમ ૧૩૧ મુજબ ફરીયાદ માંડવા  માટે અધિકૃત્ત કરવામાં આવ્યા છે. 
error: Content is protected !!