Wednesday, 04/12/2024
Dark Mode

આડાસંબંધની શંકાએ પત્નીને આત્મહત્યા કરવા મજબુર કરનાર પતિને દોષિત ઠેરવી સાત વર્ષની સજા ફટકારતી મહીસાગર સેસન્સ કોર્ટ

આડાસંબંધની શંકાએ પત્નીને  આત્મહત્યા કરવા મજબુર કરનાર પતિને દોષિત ઠેરવી સાત વર્ષની સજા ફટકારતી મહીસાગર સેસન્સ કોર્ટ

ઇલ્યાસ શેખ @ સંતરામપુર 

સંતરામપુર તા.21

સંતરામપુર તાલુકાની ગડા ગામની ઘટના પત્ની પાર્વતી બેન ના આત્મહત્યામાં પતિ પંકજને દોષિત ઠેરવીને સાત વર્ષની કેદની સજા ફટકારવામાં આવી સંતરામપુર તાલુકાના ગડા ગામે અંદાજે એક વર્ષ પૂર્વે ચાર સંતાનોની માતા પાર્વતીબેન પંકજ ના અસહ્ય ત્રાસમાંથી મુક્ત થવા માટે કૂવામાં જમ્પ લગાવી ને આત્મહત્યા કરી મોતને વાલુ કરવાની ઘટનાએ સમગ્ર પંથકમાં ભારે ચકચાર પ્રસરાવી હતી આ સંદર્ભમાં મૃતક પાર્વતીબેન ના ભાઈ દિક્ષિત આંબલીયા અરે સંતરામપુર પોલીસ સ્ટેશન માં ફરિયાદ દાખલ કરાવી હતી એમાં પંકજ મુડવાડા પોતાની પત્ની પાર્વતી બેન ના ચારિત્ર્ય ઉપર આશંકાઓ કરીને વારંવાર માનસિક અને શારીરિક ત્રાસ આપતા હતા અને વારંવાર પિયરમાં ધકેલી દેતા હતા એમાં છેલ્લે રૂબરૂ સમાધાન પાંચ દિવસો પહેલા સમજાવીને સાસરીમાં મોકલવામાં આવ્યા હતા પરંતુ પતિ પંકજ મુડવાડાના ચરિત્ર અંગેની શંકાઓમાં ગુજારવામાં આવતા અસહ્ય ત્રાસથી અંતે પ્રાણ ત્યાગવા માટે મજબૂર બની ગયેલ પત્ની પાર્વતી બેનને પોતાના ચાર સંતાન ને ઊંઘમાં જ રહેવા દઈને વહેલી સવારે કુવામાં કૂદીને આત્મહત્યા કરી હતી સદર કેસમાં મહિસાગર જિલ્લાના સેશન્સ જજ બીજી દવે સમક્ષ ચાલી જતાં કાયદાકીય દલીલોના અંતે સરકારી વકીલ સર્જન ડામોરની ધારદાર દલીલોને ધ્યાનમાં રાખીને મહિસાગર જિલ્લા સેશન્સ જજ બીજી દવે રોજ-બ-રોજ સમાજમાં દહેજ અને અપમૃત્યુના કિસ્સાઓ સમાજમાં વધતા જાય છે આ પ્રકારના ગુનાઓ સમાજમાં વધે નહીં આ જોવાની ફરજ ન્યાયપાલિકાને છે આ પ્રકારના ગુનાહી કૃતિઓનું માનસ ધરાવતા હોય તેઓ સામે સમાજમાં દાખલો બેસે એવી સજાના ફરમાવેલ હુકમમાં પંકજ મૂડવાડાને પત્ની પાર્વતી બેન ની આત્મહત્યા ગુનામાં મહત્તમ 7 વર્ષની કેદ અને પાંચ હજારનો દંડ નો હુકમ ફરમાવ્યો હતો

error: Content is protected !!