Wednesday, 24/04/2024
Dark Mode

સંતરામપુર નગરમાં ખુલ્લા પ્લોટમાં કચરો ઠાલવતા પ્રકૃતિ પ્રેમીઓમાં રોષની લાગણી : ડેન્ગ્યુ, સ્વાઇનફ્લુ જેવી બીમારી ફેલાવવાની ભીતી

સંતરામપુર નગરમાં ખુલ્લા પ્લોટમાં કચરો ઠાલવતા પ્રકૃતિ પ્રેમીઓમાં રોષની લાગણી : ડેન્ગ્યુ, સ્વાઇનફ્લુ જેવી બીમારી ફેલાવવાની ભીતી

ઇલ્યાસ શેખ @ સંતરામપુર

સંતરામપુર તા.20

સંતરામપુર નગરમાં ખુલ્લા પ્લોટમાં કચરો ઠાલવતા સ્થાનિક રહીશોમાં અને મૂંગા પશુઓ માટે જોખમકારક સાબિત થયું સંતરામપુર નગરમાં આખા ગામનો કચરો સફાઈ કામદાર દ્વારા ખુલ્લા પ્લોટમાં નાખવામાં આવે છે જેના કારણે આજે સ્થાનિક રહીશોમાં રખડતા પશુઓ આ કચરામાં ઢગલામાં મોઢા મારીને પ્લાસ્ટિક ની અન્ય કચરો ખાઈને જોખમી બનેલું છે નગરપાલિકા દ્વારા ખુલ્લો કચરો નાખીને જાહેર હિતમાં આરોગ્ય સાથે નુકસાન થઈ રહ્યું છે સંતરામપુરમાં કેટલાક સમયથી રોગચાળો અને ડેન્ગ્યુ કમળો કેટલીક બીમારીઓ થી લોકો બિમાર પડેલા છે આવી ગંભીર પરિસ્થિતિ તેના કારણો સ્થાનિક રહીશોમાં ભારે મુશ્કેલી વેઠી રહેલા છે અને સફાઈ કામદાર અહીંયા કચરાના ઢગલા કરીને ફાળવીને રોજ ના રોજ સળગાવવામાં આવે છે જેના કારણે ધૂમાડાથી ચારે બાજુ ફેલાતા ગંભીર પરિસ્થિતિ ઊભી થઇ છે એક બાજુ નગરપાલિકા પ્લાસ્ટિક બંધ કરાવવા માટે પ્રયાસો કરે છે ત્યારે બીજી આ જગ્યાએ કચરામાં પ્લાસ્ટિક વધારે જોવા મળે છે આ કચરાના ઢગલામાં પશુઓ પ્લાસ્ટિક ખાઈને જીવ જોખમમાં મુકાયો છે આ જગ્યાએ ખુલ્લામાં કચરો ઠાલવવા નો બંધ કરવામાં આવે સ્થાનિક રહીશો ની માગણી છે. 

error: Content is protected !!