Saturday, 20/04/2024
Dark Mode

ગ્રુપ ગ્રામ પંચાયતના મહિલા સરપંચ અને કોમ્પ્યુટર ઓપરેટર મહિલા તલાટી વચ્ચે વિકાસના કામો બાબતે બોલાચાલી બાદ મારામારી: બંને પક્ષે પોલીસ મથકે ફરિયાદ બાદ મામલતદારને આવેદન પાઠવ્યું

ગ્રુપ ગ્રામ પંચાયતના મહિલા સરપંચ અને કોમ્પ્યુટર ઓપરેટર મહિલા તલાટી વચ્ચે વિકાસના કામો બાબતે બોલાચાલી બાદ મારામારી:  બંને પક્ષે પોલીસ મથકે ફરિયાદ બાદ મામલતદારને આવેદન પાઠવ્યું

હિતેશ કલાલ @ સુખસર 

ફતેપુરાની પીપલારા ગ્રામ પંચાયતમાં સરપંચ અને કોમ્પ્યુટર ઓપરેટર વચ્ચે થઇ મારામારી, સરપંચ અને ઓપરેટર સામસામે પોલીસ મથક અને  મામલતદારને રજૂઆત કરી.કિસાન  નિધિ ની સહાય તેમજ 14 માં નાણાપંચ ના કામો બાબતે થઈ હતી બોલાચાલી.  

સુખસર તા.19

ફતેપુરા તાલુકાના પીપલારા ગ્રુપ ગ્રામ પંચાયતના મહિલા સરપંચ અને કોમ્પ્યુટર ઓપરેટર મહિલા તલાટી વચ્ચે વિકાસના કામો બાબતે બોલાચાલી બાદ મારામારી થઈ હતી જેમાં બંને પક્ષો દ્વારા ફતેપુરા પોલીસ મથકે ફરિયાદ આપવામાં આવી હતી તેમજ મામલતદાર ને આ બાબતે આવેદન આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું.

          ફતેપુરા તાલુકાના ગામ પંચાયતના મહિલા સરપંચ અને ગ્રામ પંચાયતના તલાટી અને ઓપરેટર વચ્ચે કિસાન નિધિ યોજના સહાય તેમજ 14માં નાણાપંચના કામ બાબતે બોલાચાલી બાદ મારામારી થઈ હતી જેમાં કોમ્પ્યુટર ઓપરેટર શૈલેષભાઈ ભાભોર પર મહિલા સરપંચના પતિ માનસિંગભાઈ કટારા માર મારવામાં આવી હોવાનું જ ફતેપુરા પોલીસ મથકે ફરિયાદ અપાઇ હતી તેમજ નાયબ મામલતદાર વીસી ભરવાડને ઓપરેટરો દ્વારા સરપંચના પતિ સામે કાર્યવાહી કરવા આવેદન આપવામાં આવ્યું હતું જ્યારે મહિલા સરપંચ દ્વારા ગામના કિસાન નિધિ સહાય યોજનાના નાણાં જમા થયા છે કે નહીં તેમજ 14માં નાણાપંચના કાવો ના ફોટા પાડ્યા છે કે નહીં તે બાબતનું પૂછવા જતા કોમ્પ્યુટર ઓપરેટર શૈલેશ ભાભોર તેમજ મહિલા  તલાટી દ્વારા મારામારી કરવામાં આવી હતી તેમજ તલાટી ના પતિ દ્વારા પણ મારા ઘરે આવી મારા છોકરાઓને ધમકી આપવામાં આવી હોવાનું જણાવી ફતેપુરા પોલીસ મથકે ફરિયાદ આપી હતી તેમ જ મામલતદાર  એન.આર પારગી ને તલાટી અને ઓપરેટરો સામે કાર્યવાહી કરવા આવેદન આપ્યું હતું બંને પક્ષો દ્વારા સામસામે આક્ષેપો કરી પોલીસ મથક અને મામલતદારને આવેદન આપતા પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.

error: Content is protected !!