Friday, 06/12/2024
Dark Mode

દાહોદ-બારીયા એસટી તંત્ર દ્વારા બસ સ્ટેન્ડ પરિસરમાં”કોરોના વાયરસ “અંગે જનજાગૃતિ સુચનો,માર્ગદર્શન આપી સફાઈ અભિયાન હાથ ધરાયું

દાહોદ-બારીયા એસટી તંત્ર દ્વારા બસ સ્ટેન્ડ પરિસરમાં”કોરોના વાયરસ “અંગે જનજાગૃતિ સુચનો,માર્ગદર્શન આપી સફાઈ અભિયાન હાથ ધરાયું

દાહોદ-બારીયા એસટી તંત્ર દ્વારા બસ સ્ટેન્ડ પરિસરમાં"કોરોના વાયરસ "અંગે જનજાગૃતિ સુચનો,માર્ગદર્શન આપી સફાઈ અભિયાન હાથ ધરાયું જીગ્નેશ બારીયા @ દાહોદ, મઝહર   અલી મકરાણી @દે.બારીયા  

દાહોદ/ દે.બારીયા તા.૧૭
કોરોના વાયરસના પગલે દાહોદ શહેરના બસ સ્ટેશન ખાતે આજરોજ સાફસફાઈ કરવામાં આવી હતી. બસ સ્ટેશનના તમામ પ્લેટફોર્મ, બેસવાની જગ્યાએ પાણી સાથે ફિનાઈલ વડે આખુ બસ સ્ટેશન ધોઈ સ્વચ્છ કરવામાં આવ્યું હતુ. વધુમાં આવતા જતાં મુસાફરોને ડેપો કર્મચારીઓ દ્વારા સેનેટરિઝરથી હાથ ધોવડાવ્યા હતા. તે ઉપરાંત કોરોના વાયરસ અંગે જાગૃતિ માર્ગદર્શન પણ પુરૂ પાડવામાં આવ્યું હતુ.
હાલ સમગ્ર વિશ્વ કોરોના વાયરસથી ઝઝુમી રહ્યુ છે ત્યારે ભારતમાં પણ કોરોના વાયરસના કેસો નોંધાતા સમગ્ર દેશમાં હાલ ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. સદ્‌નસીબેન ગુજરાતમાં ભલે કોરોના વાયરસનો પગપેસારો નથી પરંતુ રાજ્ય સરકાર દ્વારા અગમચેતીના પગલાં લઈ આરોગ્ય તંત્ર સહિત વહીવટી તંત્રને એલર્ટ રહેવા સુચનાઓ અપાઈ ગઈ છે ત્યારે આજરોજ દાહોદ ડેપો વિભાગ દ્વારા આખા બસ સ્ટેશને ડિટર્જન પાવડર તેમજ ફીનાઈલ વડે ધોઈ સ્વચ્છ કરવામાં આવ્યું હતુ. ડેપો વિભાગના કર્મચારીઓ દ્વારા મુસાફરોને કોરોના વાયરસથી બચવા જનજાગૃતિ સુચનો, માર્ગદર્શનદાહોદ-બારીયા એસટી તંત્ર દ્વારા બસ સ્ટેન્ડ પરિસરમાં"કોરોના વાયરસ "અંગે જનજાગૃતિ સુચનો,માર્ગદર્શન આપી સફાઈ અભિયાન હાથ ધરાયું સહિત સેનેટરીઝરથી હાથ ધોવડાવ્યા હતા.

કોરોના વાયરસ ના પગલે બારીયા S. T. ડેપો દ્વારા હેલ્થ ડિપાર્ટમેંટ ની ટીમ સાથે સંયુક્ત અભિયાન હાથ ધરાયું 

 બારીયા ડેપો દ્વારા કોરોના વાયરસ થી સાવચેતી ના ભાગ રૂપે બસ સ્ટેશન, વર્કશોપ માં સફાઈ અભિયાન હાથ ધરાયું હતું તથા રૂટ ઉપર મોકલવાની તમામ બસો ને અંદર – બહાર થી સફાઈ-ધોલાઈ કરીને તેમજ સીટ તથા બારી ના કાચને પણ ડીસઈન્ફેક્ટન્ટ થી સાફ કરવામાં આવ્યા હતા.
આ ઉપરાંત કોરોના વાયરસ અંગેની સતર્કતા બાબતે બારીયા S. T. ડેપો મેનેજર તથા આરોગ્ય ખાતાના ડો. હાર્દિક વ્યાસ ની ટીમ દ્વારા બસ સ્ટેશન માં બેનર લગાવવામાં આવ્યા તથા બસ સ્ટેશન માં બેઠેલ તમામ મુસાફરો અને બસ માં મુસાફરી કરતા મુસાફરોને કોરોના વાયરસ અંગે રાખવી જોઈતી સાવચેતીઓ દર્શાવતી પત્રિકા નું વિતરણ કરી સમજ આપી બસ સ્ટેશન તથા દરેક બસ માં સ્વચ્છતા જાળવી રાખવા તેમજ સરકાર દ્વારા કોરોના વાયરસને હરાવવા માટે શરૂ કરાયેલ ઝુંબેશમાં સહભાગી બનવા અપીલ કરવામાં આવી હતી.

error: Content is protected !!