Monday, 09/09/2024
Dark Mode

ગરબાડા નગરમાં દશામાતાના વ્રતની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી

ગરબાડા નગરમાં દશામાતાના વ્રતની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી

 વિપુલ જોશી @ ગરબાડા 

ગરબાડા તા.18

ગરબાડા નગર માં દશામાતાના વ્રતની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.ગરબાડા પંથકમાં હોળીનો તહેવાર ની ઉજવણી કર્યા બાદ બીજે દિવસે થી જ વિવિધ તહેવારોની પારંપારિક ઉજવણી ચાલુ થઈ જાય છે.જેમ કે રંગ પાંચમ ત્યારબાદ શીતળા સાતમ અને દસમના દિવસે ગામની તમામ બહેનો દશામાતાના વ્રતની ઉજવણી કરે છે. જે વર્તમાન ગત વર્ષનું લીધેલ સૂતરનો દોરો વિધિવત રીતે કાઢવામાં આવે છે.તેમજ નવો દોરો ધારણ કરવામાં આવે છે કહેવાય છે કે દશામાનુ વ્રત કરવાથી દરેક પ્રકારના ગ્રહો શાંત થાય છે તેમજ કોઈપણ પ્રકારની દશા નડતી નથી અને ઘરમાં સુખ-શાંતિ બની રહે તે માટે વર્ષો વર્ષની પરંપરા અનુસાર આ વર્ષે પણ ગામ ની માતા બહેનો એ દશામાના વ્રતની ઉજવણી ગરબાડાના તળાવ કિનારે આવેલ ચામુંડા માતા મંદિર ખાતે ઉત્સાહભેર કરી હતી જેમાં શાસ્ત્રી જિતેન્દ્રકુમાર જોષી દ્વારા વિધિવત રીતે પૂજા કરાવવામાં આવી હતી જે દ્રશ્યમાન થાય છે.

error: Content is protected !!