Tuesday, 03/12/2024
Dark Mode

ફતેપુરા:કોરોના સંક્રમણમાં વધારો નોંધાતા બલૈયા બાદ કરોડિયા પૂર્વ તેમજ કાલીયા વલુન્ડામાં ગ્રામ પંચાયત દ્વારા 10 દિવસનો સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય લેવાયો

ફતેપુરા:કોરોના સંક્રમણમાં વધારો નોંધાતા બલૈયા બાદ કરોડિયા પૂર્વ તેમજ કાલીયા વલુન્ડામાં ગ્રામ પંચાયત દ્વારા 10 દિવસનો સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય લેવાયો

શબ્બીર સુનેલવાલ :- ફતેપુરા 

  • ફતેપુરા તાલુકાના ફતેપુરા કાલીયા વલુંડા અને કરોડિયા પૂર્વ સ્વૈચ્છિક બંધનું એલાન 
  • વધતા જતા કોરોના કેસને લઈને ગ્રામ પંચાયતો દ્વારા લેવામાં આવેલો નિર્ણય
  • તારીખ 6 એપ્રિલથી તારીખ 15 એપ્રિલ 2021 સુધી સવારના સાત વાગ્યાથી એક વાગ્યા સુધી ધંધા-રોજગાર ચાલુ રહેશે 
  • લોકડાઉનનો અમલ નહીં કરનાર પર કાયદેસરની કાર્યવાહી અને દંડ કરવામાં આવશે

ફતેપુરા તા.05

 ફતેપુરા તાલુકા સહિત ફતેપુરા નગરમાં કોરોના કેસોનો વધારો દિનપ્રતિદિન થતો જોવા મળતા ફતેપુરા કાળીયા વલુંડા અને કરોડિયા પૂર્વ ગ્રામ પંચાયત વિસ્તારમાં સ્વૈચ્છિક લોકડાઉન માટેનો નિર્ણય લેવામાં આવેલ છે ફતેપુરા કાલીયા વલુંડા અને કરોડિયા પૂર્વ ગ્રામ પંચાયત વિસ્તારમાં તારીખ 6 એપ્રિલથી તારીખ 15 એપ્રિલ 2021 સુધી દસ દિવસનું સ્વેચ્છિક લોક ડાઉન જાહેર કરવામાં આવેલ છે સવારના 7:00 વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધી વેપાર ધંધા-રોજગાર ચાલુ રાખી શકાશે ત્યારબાદ ધંધા રોજગાર વેપાર સ્વેચ્છિક રીતે બંધ રાખવાનું રહેશે અને જો કોઈ વેપાર ધંધા રોજગાર ચાલુ રાખેલ જોવા મળશે કાયદેસરની કાર્યવાહી કરી અને દંડ વસૂલ કરવામાં આવશે ગંભીર નોંધ લેવા માટે જણાવેલ છે

error: Content is protected !!