Thursday, 28/03/2024
Dark Mode

ઝાલોદ તાલુકાના લીમડીમાં નાકાબંધી દરમિયાન બે બાઈક પર આવેલા ત્રણ આંતરરાજ્ય બાઈકચોરો ઝડપાયા:પોલિસે ત્રણેય બાઈકચોરો પાસેથી 6 બાઈકો કબ્જે કરી

ઝાલોદ તાલુકાના લીમડીમાં નાકાબંધી દરમિયાન બે બાઈક પર આવેલા ત્રણ આંતરરાજ્ય બાઈકચોરો ઝડપાયા:પોલિસે ત્રણેય બાઈકચોરો પાસેથી 6 બાઈકો કબ્જે કરી

જીગ્નેશ બારીયા :- દાહોદ 

  • ઝાલોદ તાલુકાના લીમડીમાં પોલિસે નાકાબંધી દરમિયાન બે બાઈક પર આવેલા ત્રણ આંતરરાજ્ય બાઈકચોરોને ઝડપી પાડ્યા
  • પોલિસે ત્રણેય બાઇકચોરો પાસેથી જુદી જુદી જગ્યાએથી ચોરેલી 6 બાઈકો કબ્જે કરી
  • પકડાયેલ બાઈકોમાં  મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાના થાન્દલાની ત્રણ એક મેઘનગર સહીત 4 બાઈકોનો સમાવેશ
  • દાહોદની એક તેમજ વડોદરા જિલ્લાના વારસીયાની એક બાઈકનો સમાવેશ 

દાહોદ તા.4

દાહોદ જિલ્લાના લીમડી પોલીસ મથક વિસ્તારમાંથી ગતરોજ બે મોટર સાઇકલ પર પસાર થઇ રહેલ ત્રણ ઇસમોને પોલીસે ઉભા રાખી પૂછપરછ કરતા સંતોષકારક જવાબ ન મળતાં પોલીસે તેની સઘન પૂછપરછ દરમિયાન આ મોટર સાઇકલ ચોરીની હોવાનું કબૂલતાં કરતા પોલીસે ત્રણે મોટરસાયકલ ચોરો પાસેથી વધુ ચાર જેટલી ચોરીની મોટરસાયકલ મળી કુલ છ મોટરસાયકલ સાથે ઝડપી પાડતા પોલીસને મોટર સાયકલ ચોર ટોળકીને ઝડપી પાડવામાં સફળતા મળી છે.

વધુ મળતી માહિતી પ્રમાણે ગત તારીખ ૩જી એપ્રિલના રોજ નરેશભાઈ રાલુભાઈ મુનિયા રહેવાસી આલીપુર તાલુકો થાંદલા જિલ્લો ઝાબુઆ મધ્ય પ્રદેશ, સુપરભાઈ શામજીભાઈ મુનિયા રહેવાસી આલીપુર તાલુકો થાંદલા જિલ્લો ઝાબુઆ મધ્ય પ્રદેશ અને હિંમતભાઈ પર્વતભાઈ બારીયા રહેવાસી મોરવા હડફ જીલ્લો પંચમહાલ આ ત્રણેય જણા પોતાની સાથે બે મોટરસાઈકલ પર સવાર પણ દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના લીમડી નગરમાંથી પસાર થઈ રહ્યા હતા.આ દરમિયાન પોલીસને તેઓને ઉપર શંકા જતાં તેઓને મોટરસાયકલ સાથે ઉભા રાખ્યા હતા.અને પૂછપરછ કરી હતી.પરંતુ ઉપરોક્ત ત્રણેય વ્યક્તિઓએ  પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો.અને પોલીસ તેને ભાપી ગઈ હતી અને તેઓને પોલીસ મથકે લાવી તપાસનો ધમધમાટ આરંભ કરતાં ઉપરોક્ત ત્રણેય જણાએ આ બન્ને મોટર સાઇકલ ચોરીની હોવાનું કબુલાત કર્યું હતું. તેઓની વધુ પુછપરછ અન્ય ચોરીની ચાર મોટરસાયકલો પણ પોલીસે તેઓના આશરે સ્થાનેથી કબજે કરી લાવી હતી.આમ ચોરીની કુલ છ મોટર સાયકલો જેમાં ગુજરાત મધ્યપ્રદેશની મોટર સાયકલનો પણ સમાવેશ થાય છે.પોલિસે બાઈકચોરો પાસેથી (1) થાન્દલાના મહેશ ફકીરચંદ વસુનીયા નામના વ્યક્તિની હીરો હોન્ડા સીડી ડીલક્સ. મોટરસાયકલ, (૨) થાન્દલાના સુરેશ ફકીરચંદ વસુનીયાની હીરો હોન્ડા સીડી ડીલક્સ મોટરસાયકલ, (3) કસન હકરીયા ભાભોર મેઘનગરની સીડી ડીલક્સ મોટરસાયકલ, (4) માનસીંગ 44 નવાપાડા થાન્દલાની ટીવીએસ અપાચે મોટરસાયકલ, દાહોદ તાલુકાના ઇનામી બોરડીની મોટરસાયકલ, તેમજ વડોદરા જિલ્લાના વારસિયાની પલ્સર મોટરસાયકલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

error: Content is protected !!