Friday, 06/12/2024
Dark Mode

ઝાલોદ તાલુકાના લીમડી ગામે ઘરના આગણામાં મોબાઈલમાં ગેમ રમતા બાળકોના હાથમાંથી મોબાઈલની ઉઠાંતરી:બાઈક પર આવેલા બે ગાંઠિયાઓએ મોબાઈલની ચિલઝડપ કરી થયાં ફરાર: સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ

ઝાલોદ તાલુકાના લીમડી ગામે ઘરના આગણામાં મોબાઈલમાં ગેમ રમતા બાળકોના હાથમાંથી મોબાઈલની ઉઠાંતરી:બાઈક પર આવેલા બે ગાંઠિયાઓએ મોબાઈલની ચિલઝડપ કરી થયાં ફરાર: સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ

જીગ્નેશ બારીયા :- દાહોદ /સૌરભ ગેલોત :- લીમડી 

દાહોદ તા.14

ઝાલોદ તાલુકાના લીમડી નગરમાં ઘરના આંગણે બે બાળકો મોબાઈલમાં ગેમ રમતા હતા તે સમયે બાઈક પર આવેલા ઈસમોએ એક બાળક પાસેથી મોબાઇલ ઝૂંટવી ફરાર થઈ જતા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે ત્યારે આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ જતા પોલીસે તપાસ હાથ ધરી છે.

ગતરોજ સાંજના આઠ વાગ્યા ના આસપાસ ઝાલોદ તાલુકાના લીમડી નગરમાં આવેલ નવા બજાર ખાતે બે બાળકો મોબાઇલમાં ગેમ રમી રહ્યા હતા અને ગેમ રમવામાં મશગૂલ હતાં તે સમયે ત્યાંથી બે મોટરસાયકલ પર આવેલા ઈસમોએ આ બાળક પૈકી એક બાળકના હાથમાંથી મોબાઇલ ફોન લઈ પૂરઝડપે રફુચક્કર થઈ જતા બૂમાબૂમ ના દ્રશ્યો પણ સર્જાયા હતા પરંતુ જોત જોતાંમાં આ બાઈક સવારો નાસી જવામાં સફળ રહ્યા હતા આસપાસના સીસીટીવી કેમેરાની તપાસ કરતા બાઈક સવારો કેમેરામાં કેદ થઇ ગયા હતા ઘટનાની જાણ પોલીસને થતા પોલીસે પણ આ બાઈક સવારોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

error: Content is protected !!