Friday, 06/12/2024
Dark Mode

લીમડી:લોકડાઉનની વચ્ચે ડિપ્રેશનમાં આવેલા યુવાને માછણનાળા ડેમમાં ભૂસકો મારી આત્મહત્યા કરી:પોલિસ તપાસમાં જોતરાઈ

લીમડી:લોકડાઉનની વચ્ચે ડિપ્રેશનમાં આવેલા યુવાને માછણનાળા ડેમમાં ભૂસકો મારી આત્મહત્યા કરી:પોલિસ તપાસમાં જોતરાઈ

જીગ્નેશ બારીયા @ દાહોદ,સૌરભ ગેલોત @ લીમડી 

દાહોદ તા.૧૮
ઝાલોદ તાલુકાના લીમડી નગરનો એક ચકચારી બનાવ સામે આવ્યો છે.જેમાં લીમડી ટોલનાકા પર ફરજ બજાવતો પરપ્રાંતીય યુવકે લીમડી ખાતે આવેલ માછળ ડેમમાં કુદી જઈ આત્મહત્યા કરી લેતા પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

દાહોદ તા.19

લોકડાઉન વચ્ચે પોતાના વતન ન જઈ શકવાના ડિપ્રેશન વચ્ચે યુવકે આ પગલું ઉઠાવ્યાનું જાણવા મળી રહ્યું છે. પોલીસને ઘટનાની જાણ થતાં તાબડતોળ ડેમ તરફ દોડી ગઈ હતી. અને યુવકના મૃતદેહને ડેમમાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે નજીકના દવાખાને મોકલી આપ્યો છે.
સમગ્ર દેશમાં હાલ લોકડાઉનની પરિસ્થતિ  વચ્ચે શ્રમીકો તેમજ પરપ્રાંતીયોને જે તે સ્થળે રોકી દેવામાં આવ્યા છે. આવા સંજાગોમાં દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના લીમડી નગરમાં આવેલ ટોલનાકા ખાતે ફરજ બજાવતો અને યુ.પી.ના રામપુરા ખાતે રહેતો ૨૦ વર્ષીય નીતેશ નામનો યુવક પણ લોકડાઉન વચ્ચે પોતાના વતન જઈ શક્યો ન હતો. શરૂઆતમાં લોકડાઉનના ૨૧ દિવસ બાદ લોકડાઉન ખુલી જશે અને બાદમાં પોતાના વતન જતો રહેશે તેવી આશાઓ સાથે આ યુવક લીમડી ટોલનાકા પર ફરજ બજાવતો હતો અને રહેતો હતો પરંતુ ૨૧ દિવસના લોકડાઉન બાદ પુનઃ ૩ મે સુધી ફરી લોકડાઉન લંબાતા આ યુવક પોતાના ગામ ન જઈ શકવાની ચિંતાઓ વચ્ચે ડિપ્રેશનમાં હોવાનુ ચર્ચાઈ છે. વધુમાં જાણવા મળ્યા અનુસાર, આ યુવકે કેટલાક દિવસો પુર્વે યુ.પી.ખાતે પોતાના ભાઈ તેમજ સગાસંબંધીઓને મોબાઈલ ફોન પર વોટ્‌સએપ પર ચેટ કરી જણાવ્યુ હતુ કે, મન નથી લાગતુ હવે, આત્મહત્યા કરવા જઈ રહ્યો છું, તેવા વોટ્‌સએપ મેસેજ પણ મોકલ્યા હતા.આ બાદ બે દિવસ સુધી આ યુવક ટોલનાકા પર ફરજ પણ બજાવી આવ્યો ન હતો અને આજરોજ આ યુવકની લાશ લીમડીના માછળ ડેમ ખાતે તરતી જાવા મળતા સ્થાનીક પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને યુવકની લાશને ડેમમાંથી બહાર કાઢી નજીકના દવાખાને મોકલી આપી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ યુવક પોતાના વતન જવા માટે આતુર સાથે સાથે ચિંતામાં દિવસો પસાર કરી રહ્યો હતો અને ડિપ્રેશનમાં આવી જવાથી આ પગલું ઉઠાવ્યાનું હાલ નજરજનોમાં ચર્ચાઓ ચાલી રહી છે.

લીમડી પોલીસે આ સંદર્ભે અકસ્માત મોતના ગુનાના કાગળો કરી આગળની તપાસ હાથ ધરી છે અને યુવકના પરિવારજનોને પણ આ ઘટનાની જાણ કરાતાં પરિવારજનોમાં આક્રંદ છવાઈ ગયો હોવાનું પણ જાણવા મળેલ છે.
————————-

error: Content is protected !!