Wednesday, 17/08/2022
Dark Mode

સ્માર્ટ સિટી દાહોદનો સાચો વિકાસ ક્યારે? કરોડોની ગ્રાન્ટની ફાળવણી છતાં વિકાસ ક્યાંય દેખાતો નથી:પાલિકાની ચૂંટણીમાં જનતાએ મનોમંથન કરવાનો સમય પાકી ગયો:વિકાસ કામો પાછળ ખર્ચાયેલા નાણાંનો હિસાબ માંગવાનો મતદારોને અધિકાર…

સ્માર્ટ સિટી દાહોદનો સાચો વિકાસ ક્યારે? કરોડોની ગ્રાન્ટની ફાળવણી છતાં વિકાસ ક્યાંય દેખાતો નથી:પાલિકાની ચૂંટણીમાં જનતાએ મનોમંથન કરવાનો સમય પાકી ગયો:વિકાસ કામો પાછળ ખર્ચાયેલા નાણાંનો હિસાબ માંગવાનો મતદારોને અધિકાર…

 એડિટર ઈન ચીફ :- ભાવેશ રાઠોડ 

 સ્માર્ટ સિટી દાહોદનો સાચો વિકાસ ક્યારે? કરોડોની ગ્રાન્ટની ફાળવણી છતાં વિકાસ ક્યાંય દેખાતો નથી:પાલિકાની ચૂંટણીમાં જનતાએ મનોમંથન કરવાનો સમય પાકી ગયો:વિકાસ કામો પાછળ ખર્ચાયેલા નાણાંનો હિસાબ માંગવાનો મતદારોને અધિકાર…..

દાહોદ તા.૧૪

 દાહોદ જિલ્લામાં હાલ સ્થાનીક સ્વરાજ્યની ચુંટણીની તૈયારીઓ પુરજાેશમાં ચાલી રહી છે. આવા સમયે પ્રજા માનસમાં પણ આ ચુંટણીને લઈ અનેક મનોમંથનો પણ વહેતા થઈ રહ્યાં છે. સાથે જ કોણે મત આપવો અને કોણે ન આપવો તેમજ કંઈ પાર્ટીને સત્તામાં બેસાડી તેના સમીકરણો પણ પ્રજા માનસમાં વહેતા થયાં છે.આવા સમયે જાે આપણે દાહોદ શહેરના વિકાસ ગાથાની વાત કરીએ વિકાસના નામે માત્ર દાહોદની પ્રજાને અંધારામાં રાખ્યું હોય તેમ હાલના સમયમાં પ્રતિત થઈ રહ્યું છે. દાહોદને સ્માર્ટ સીટીમાં સમાવેશ કર્યા બાદ અને તે પહેલા પણ સરકારશ્રી દ્વારા અનેક ગ્રાન્ટોની ફાળવણી કરવામાં આવી છે અને હાલ પણ અનેક વિકાસના કામો માટે પણ અઢળક ગ્રાન્ટો ફાળવવામાં આવી જ રહી છે પરંતુ શું આ તમામ ગ્રાન્ટો સાચા અર્થમાં દાહોદમાં વિકાસ કામોમાં સાચા અર્થમાં વાપરવામાં આવી રહી છે કે કેમ? તે મનોમંથન કરવાનો જનતાને હવે સમય પાકી ગયો છે. વર્ષાે દાહોદ શહેરમાં અનેક કાઉન્સીલરો, પ્રમુખ, કાર્યકરો વિગેરે પાલિકા સત્તાથી લઈ અનેક પદો પર કાર્ય કરી ચુંક્યાં છે. તે પછી પ્રમુખ હોય, કોર્પેોરેટરો હોય કે પછી લાગતા વળગતાં હોદ્દેદારો હોય કે પછી સરકારી અધિકારીઓ હોય તમામ પાસે આ ગ્રાન્ટોને જનતાની સુખાકારી, પ્રજાલક્ષી કાર્યાે તેમજ સુવિધાઓ પુરી પાડવા માટે આ ગ્રાન્ટોનો શું સાચા અર્થમાં વપરાશ કરવામાં આવ્યો છે કેમ? તે પણ વિચાર માંગી લેતો પ્રશ્નો દાહોદ શહેરવાસીઓમાં ઉઠવા પામ્યાં છે. જાેવા જઈએ તો સરકારશ્રી દ્વારા દાહોદના વિકાસ માટે અત્યાર સુધી કરોડો રૂપીયાની અધધ.. ગ્રાન્ટોની ફાળવણી કરવામાં આવી છે. આ તમામ ગ્રાન્ટોના ઓન પેપર રેકોર્ડ તપાસ કરવામાં આવે તો કરોડ રૂપીયાના ભ્રષ્ટાચારના કિસ્સાઓ પણ ખુલે તેમ છે. દાહોદમાં સત્તા પ્રાપ્ત માટે તલપાપડ થતાં તમામ પાર્ટીના ઉમેદવારો માત્ર પોતાના જ અંગત લાભ માટે સત્તા મેળવવાની લાલસામાં હાલ ચુંટણી જીતવા ધમપછાડઓ કરી રહ્યાં છે. કારણ કે, સત્તા પ્રાપ્તિ બાદ સરકારશ્રીની ગ્રાન્ટો પર તેમની નજરો પણ બેઠેલી હોય છે. પ્રજાના હિતને ધ્યાનમાં ન રાખી સત્તા પ્રાપ્તિ માટે તલપાપડ બનેલા પાર્ટીના આ લોકો માત્ર પોતાના જ ખિસ્સા તેમજ બેન્ક બેલેન્સ ભરવા આકુળ વ્યાકુળ બની રહ્યાં છે. સાચા અર્થમાં સત્તા પ્રાપ્તિનો સાચો હેતુ પ્રજાના હિતલક્ષી કામકાજ માટે નહીં પરંતુ પોતાના આર્થિક લાભ માટે જ સત્તા પ્રાપ્તિની લાલસા પાર્ટી પક્ષમાં રહી છે. વિકાસના નામે માત્ર દાહોદવાસીઓને કુળીએ ગોળ ચોટાડ્યો જ છે. આવા સમયે મતદારોએ પણ આ વખતે પોતાના મતનો સાચો ઉપયોગ કરવો જાેઈએ તે અતિઆવશ્યક બની રહ્યું છે. તેમજ ચુંટાયેલા પ્રતિનિધિઓ પાસે વિવિધ યોજનાઓ પૈકી કેટલા નાણાં વાપર્યા અને ક્યા વિકાસના કામો પાછળ આ નાણાં ખર્ચા તેનો તમામ હિસા માંગવાનો મતદારોને અધિકાર છે.

 હવે આપણે આવીયે મુખ્ય મુદ્દા પર… દાહોદ લાઈવ ટીમ દ્વારા દાહોદના વિકાસમાં વર્ષાેથી ફાળવેલ ગ્રાન્ટોની સીલસીલા બંધ વિગતો જાહેર કરી રહ્યાં છે તે નીચે મુજબ છે.અને હવે આ વિગતો જાેઈ જાહેર જનતાએ તે નક્કી કરી લેવું પડશે કે, સરકાર દ્વારા ફાળવેલ આ વિકાસ કામ માટે ફાળવેલ અધધ રૂપીયો ક્યાં ગયો? તેનું સાચા અર્થમાં પ્રજાને હવે અવલોકલન કરવું તે અતિ આવશ્યક બની રહ્યું છે.

 દાહોદ નગરપાલિકાને રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ યોજના અંતર્ગત ફાળવેલી ગ્રાન્ટોની યાદી  

પરિશિષ્ટ – ૨૩
(૧) શહેરી વિકાસ સ્વર્ણ જયંતિ, મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના, (યુ.ડી.એફ – ૮૯) ૨.૦૧ કરોડ, વર્ષ ૨૦૧૬-૧૭
(૨) સ્વર્ણિમ મુખ્યમંત્રી શહેરી યોજના, ૨.૮૫ કરોડ, વર્ષ ૨૦૧૯-૨૦

પરિશિષ્ટ – ૧૬
(૩) સ્વર્ણિમ જ્યોતિ મુખ્ય મંત્રી શહેરી વિકાસ યોજના, ૩ કરોડળની ફાળવણી, વર્ષ ૨૦૧૮-૧૯, ૭૫ લાખ ચુકવવાણા બાકી
પરિશિષ્ટ – ૧૨
(૪) મુનીયાદી મુડી પગાર ભથ્થાની યોજના હેઠળ ૨૦૧૭ – ૧૮માં ૨૬,૦૯,૪૬૩ (છબ્બીસ લાખ નવ હજાર ચારસો તેસઠ)
૨૦૧૮ – ૧૯માં ૨,૬૮,૫૭,૨૦૭ (બે કરોડ અડસઠ લાખ સત્તાવન બજાર બસો સાત)
પરિશિષ્ટ – ૧૩
(૫) ઓક્ટ્રોય વળતર હેઠળ ૨૦૧૯-૨૦ હેઠળ ૫,૪૪,૦૭,૧૧૫ (પાંચ કરોડ ચુમ્માલીસ લાખ સાત હજાર એકસો પંદર)
પરિશિષ્ટ – ૧૧
(૬) શિક્ષણ ઉપક્રમ ૨૦૧૯-૨૦ની ૧૮,૨૩,૦૯૧ (અઠાર લાખ તેવીસ હજાર એકાણું)
પરિશિષ્ટ – ૧૦
(૭) વર્ષ ૨૦૧૯-૨૦ મેહસુલ બિન ખેતી અને જમીન વેસુલ અને લોકલ ફંડ ઈરીગેશન સેસની યોજના અંતર્ગત ૩,૩૨,૩૨૮ ની અને ૧,૬૬,૧૬૪ ના ચુકવણાં થયાં.
પરિશિષ્ટ – ૦૯
(૮) ૧૪માં નાણાં પંચની યોજના હેઠળ પરફોર્મન્સ ગ્રાન્ટ વર્ષ ૨૦૧૭-૧૮ની ૯,૩૯,૪૦,૧૦૨ ( નવ કરોડ ઓગણ ચાલીસ લાખ ચાલીસ હજાર એકસો બે)
પરિશિષ્ટ – ૦૮
(૦૯) કેન્દ્ર સરકાર દ્વારા પુરકૃત ૧૪માં નાણાં પંચની યોજના હેઠળ કપાત તથા ચુકવેલું ૨૦૧૯-૨૦ની ૪૮,૨૬,૪૫,૯૭૨ (અડતાલીસ કરોડ છબ્બીસ લાખ પીસતાલીસ હજાર નવસો બોત્તેર)
પરિશિષ્ટ – ૦૬
(૧૦) વ્યવસાય વેરા ગ્રાંન્ટની ૨૦૧૯-૨૦ ની ૩૫,૮૭,૫૭૦ ( પાત્રીસ લાખ સત્યાસી હજાર પાંચસો સીત્તેર) ની ગ્રાંન્ટની ફાળવણી સામે ૧૭,૯૩,૭૮૫ ( સત્તર લાખ તાણું હજાર સાતસો પચ્ચાસી) ની ચુંકણી કરી
પરિશિષ્ટ – ૦૫
(૧૧) વર્ષ ૨૦૧૯-૨૦ દરમ્યાન જી.ઝ્ર.જી.ઁ. મનોરંજન કર ૨,૦૮,૨૨૩ ( બે લાખ આઠ હજાર બસો તેવીસ)ની ગ્રાન્ટની ફાળવણી.
પરિશિષ્ટ – ૦૪
(૧૨) વર્ષ ૨૦૧૯-૨૦ દરમ્યાન જી.ઝ્ર.જી.ઁ. મનોરંજન કર ૨૭,૨૮,૫૫૯ ( સત્યાવીસ લાખ અઠ્‌ાવીસ હજાર પાંચસો ઓગણ સાહીઠ)ની ગ્રાન્ટની ફાળવણી થઈ તેની સામે ૧૩,૬૪,૨૮૦ રૂપીયાના ચુંકવણા થયાં.
પરિશિષ્ટ – ૧૬
(૧૩) સ્વર્ણિય જ્યોતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના ૨૦૧૮-૧૯ અંતર્ગત ૩ કરોડની ફાળવણી થઈ તેની સામે ૨.૨૫૦ કરોડની ચુંકવણી થઈ.
પરિશિષ્ટ – ૧૬
(૧૪) સુજલામ સુફલામ જળ સંચય અભિયાન રાજ્યની નગરપાલિકામાં જળ સંચય માટે ફાળવેલા ૨૦૧૮માં ૪૦ લાખની ગ્રાંન્ટ ફાળવણી થઈ.
પરિશિષ્ટ – ૧૩
(૧૫) ઓક્ટ્રોય વળતર ગ્રાન્ટ વર્ષ ૨૦૧૮ થી ૨૦૨૦ દરમ્યાન ૫,૪૪,૦૭,૧૭૨ ( પાંચ કરોડ ચુમ્માલીસ લાખ સાત હજાર એકસો બોત્તેર)
પરિશિષ્ટ – ૧૧
(૧૬) બુનીયાદી મુડી / પગાર ભથ્થા વર્ષ ૨૦૧૮-૧૯ ની યોજના હેઠળ / આધાર વર્ષ ૨૦૧૭-૧૮માં ૨,૬૦,૯૪,૬૩૨ (બે કરોડ સાહીઠ લાખ ચોરાણું હજાર છસો બત્રીસ)ના ચુંકવણા થયાં.
પરિશિષ્ટ – ૧૦
(૧૭) વર્ષ ૨૦૧૮-૧૯ શિક્ષણ ઉપક્રમની ગ્રાંન્ટ ૧૭,૨૯,૪૦૯ ( સત્તર લાખ ઓગણતીસ હજાર ચારસો નવ)
પરિશિષ્ટ – ૦૯
(૧૮) વર્ષ ૨૦૧૮-૧૯માં જમીન મહેસુલ બિન ખેતી આકાર તથા જમીન મહેસુલ અને લોકલ ઈરીગેશન સેસની યોજના અંતર્ગત ૩,૩૨,૩૨૮ (ત્રણ લાખ બત્રીસ હજાર ત્રણસો અઠ્‌ઠાવીસ)

પરિશિષ્ટ – ૦૮
(૧૯) વર્ષ ૨૦૧૮-૧૯માં કેન્દ્ર સરકાર દ્વારા પુરસ્કૃત ૧૪માં નાણાં પંચની ૩૫,૭૧,૯૬,૩૬૨ (પાત્રીસ કરોડ એકોત્તેર લાખ છન્નુ હજાર ત્રણસો બાસઠ)
પરિશિષ્ટ ૦- ૦૬
(૨૦) વર્ષ ૨૦૧૮-૧૯માં વ્યવસાય વેરા તેમજ કપાત તથા ચુંકવણાની ૧૨,૩૩,૪૦૯ ( બાર લાખ તેતરીસ હજાર ચારસો નવ)
પરિશિષ્ટ – ૦૫
(૨૧) વર્ષ ૨૦૧૮-૧૯માં જી.ઝ્ર.જી.ઁ. મનોરંજન કર ૩,૭૬,૦૧૮ ( ત્રણ લાખ છોત્તેર હજાર અઠાર)ની ગ્રાન્ટની ફાળવણી થઈ
પરિશિષ્ટ – ૦૪
(૨૨) વર્ષ ૨૦૧૮-૧૯માં મનોરંજન કરની ૫૦,૩૬,૮૩૩ (પચાસ લાખ છત્રીસ હજાર આઠસો તેતરીસ)
પરિશિષ્ટ – ૧૬
(૨૩) વર્ષ ૨૦૧૭-૧૮માં સ્વર્ણિમ જ્યોતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના (યુ.ડી.એફ.૭૮) અંતર્ગત ૩,૩૦,૦૦૦૦૦ (ત્રણ કરોડ ત્રીસ લાખ)
પરિશિષ્ટ – ૧૩
(૨૪) વર્ષ ૨૦૧૬-૧૭/૨૦૧૭-૧૮ વર્ષની ઓક્ટ્રોય વળતરની ગ્રાંન્ટ ૫,૮૬,૭૯,૮૯૭ (પાંચ કરોડ છ્યાસી લાખ અગ્નાઐસી આઠસો સત્તાણું)
પરિશિષ્ટ – ૧૧
(૨૫) વર્ષ ૨૦૧૭-૧૮ની બુનીયાદી મુડી, પગાર ભથ્થાંમાંથી ૨,૦૨,૯૧,૨૮૨ (બે કરોડ બે લાખ એકાણું હજાર બસો બ્યાસી)
પરિશિષ્ટ – ૧૦
(૨૬) વર્ષ ૨૦૧૭-૧૮ની શિક્ષણ ઉપકરની ગ્રાન્ટ ૭૧,૭૬,૩૬૬ (એકોતેર લાખ છોત્તેસ હજાર ત્રણસો છાસઠ)
પરિશિષ્ટ – ૦૯
(૨૭) વર્ષ ૨૦૧૭-૧૮માં જમીન મહેસુલ, બીન ખેતી આકાર તથા જમીન મહેસુલ તથા લોકલ ફંડ ઈરીગેશન સેસની યોજના અંતર્ગત ૩,૩૨,૩૨૮ (ત્રમ લાખ બત્રીસ હજાર ત્રણસો અઠાવીસ)
પરિશિષ્ટ – ૦૮
(૨૮) વર્ષ ૨૦૧૭-૧૮ની કેન્દ્ર સરકાર દ્વારા પુરસ્કૃત ૧૪માં નાણાં પંચમાંથી ૩૦,૮૭,૭૨,૯૫૨ ( ત્રીસ કરોડ સત્તાયાસી લાખ બોત્તેર હજાર નવસો બાવન)
પરિશિષ્ટ – ૦૬
(૨૯) વર્ષ ૨૦૧૭-૧૮ની વ્યવસાય વેરા ગ્રાન્ટ ૨૦,૯૩,૫૬૪ ( બીસ લાખ તાણું હજાર પાંચસો ચોસઠ)
પરિશિષ્ટ – ૦૫
(૩૦) વર્ષ ૨૦૧૭-૧૮માં જી.ઝ્ર.જી.ઁ. મનોરંજન કર ૪,૪૭,૬૭૫( ચાર લાખ સુણતાલીસ હજાર છસો પંચોતેર)ની ગ્રાન્ટની ફાળવણી થઈ
પરિશિષ્ટ – ૦૪
(૩૧) વર્ષ ૨૦૧૭-૧૮ મનોરંજન કર, ગ્રાન્ટની ફાળવણી, કપાત થતાં ચુકવણા પેટે ૨૯,૩૩,૦૧૫ ( ઓગણતીસ લાખ તેતરીસ હજાર પંદર)
પરિશિષ્ટ – ૨૦
(૩૨) વર્ષ ૨૦૧૬-૧૭ ઓક્ટ્રોય નાબુદના વળતર પેટે, ચુકવેલ સહાય દાન પેટે ૪,૯૩,૦૯,૦૦૨ ( ચાર કરોડ તાણુ લાખ નવ હજાર બે)
પરિશિષ્ટ – ૧૮
(૩૩) વર્ષ ૨૦૧૬-૧૭ની બુનીયાદી મુડી, પગાર ભથ્થાની ગ્રાન્ટ ૨,૮૯,૬૬,૯૯૧ (બે કરોડ નેવીયાસી લાખ છાસઠ હજાર નવસો એકાણું)
પરિશિષ્ટ – ૧૬
(૩૪) વર્ષ ૨૦૧૬-૧૭ની લોકડ ફંડ ઈરીગેશન સેસની યોજના તેમજ બિન ખેતી લોકલ ફંડ ૪,૧૪,૨૫૪ ( ચાર લાખ ચૌદ હજાર બસો ચોપન)
પરિશિષ્ટ – ૧૪
(૩૫) વર્ષ ૨૦૧૬-૧૭ની ૧૪ની નાણાં પંચની બેઝીક ગ્રાન્ટની ૨૬,૭૨,૪૨,૧૧૨ ( છબ્બીસ કરોડ બોતેર લાખ બેતાલીસ હજાર એકસો અગીયાર)
પરિશિષ્ટ – ૦૬
(૩૬) વર્ષ ૨૦૧૬-૧૭ની વ્યવસાય વેરા ગ્રાન્ટ ( ૫૦ ટકા ચુંકવણું) ૩૧,૦૭,૦૬૮ ( એકત્રીસ લાખ સાત હજાર અડસઠ)
પરિશિષ્ટ – ૦૪
(૩૭) વર્ષ ૨૦૧૫-૧૬ અને ૨૦૧૬ – ૧૭ મનોરંજન કર (રિવાઝ ફંડ) ૭૮,૬૭,૮૫૦ (અઠ્યોતેર લાખ સડસઠ હજાર આઠસો પચાસ)
પરિશિષ્ટ – ૦૫
(૩૮) વર્ષ ૨૦૧૫-૧૬, ૨૦૧૬ – ૧૭ મનોરંજન કર (રિવાઝ ફાળવણીમાં દર્શાવેલ ઘટક ગ્રાન્ટ) ૧૧,૩૫,૭૫૪ ( અગીયાર લાખ પાત્રીસ હજાર સાતસો ચોપન)
પરિશિષ્ટ – ૧૫
(૩૯) વર્ષ ૨૦૧૬-૧૭ની ૧૪માં નાણાં પંચની પરફોર્મન્સ ગ્રાન્ટની ચુંકવણી સંદર્ભ ૯,૩૮,૪૧,૧૧૩ ( નવ કરોડ આડત્રીસ લાખ એતાલીસ હજાર એકસો તેર)
પરિશિષ્ટ – ૦૫
(૪૦) વર્ષ ૨૦૧૫-૧૬/રિવાઈઝ ૨૦૧૬-૧૭ મનોરંજન કર ૧૧,૩૫,૭૪૫ (અગીયાર લાખ પાત્રીસ હજાર સાતસો પીસતાલીસ)

પરિશિષ્ટ – ૧૩
(૪૧) સ્ય્જીસ્ અંતર્ગત સરકારશ્રીની તારીખ ૨૦.૦૧.૨૦ના ઠરાવ જાેગવાઈઓ મુજબ વ્યક્તગત શૌચાલય બનાવવા માટે વર્ષ ૨૦૧૬-૧૭ દરમ્યાન ૧૨ હજારની સહાય મંજુર કરી પેટે પ્રથમ અને આખરી હપ્તાની ચુંકવણી ( ૦૧.૦૪.૨૦૧૬ થી ૩૧.૦૭.૨૦૧૬) ૬,૩૫,૦૦૦ (છ લાખ પાત્રીસ હજાર)
પરિશિષ્ટ – ૧૩
(૪૨) વર્ષ ૨૦૧૬-૧૭ માં મહાત્મા ગાંધી સ્વચ્છ ભારત મીશન અંતર્ગત સાફ સફાઈ, પ્રોત્સાહિત યોજના અંતર્ગત સ્વચ્છતા મીશન ૧,૫૮,૦૨,૦૨૯ ( એક કરોડ અઠ્ઠાવન લાખ બે હજાર ઓગણતીસ)


error: Content is protected !!