Tuesday, 10/12/2024
Dark Mode

ઝાલોદ:વરોડ ટોલનાકા પર સ્થાનિક પ્રજાજનો અને લીમડી પોલિસ મથકના પીઆઈ વચ્ચે તુંતું -મેંમેં થતાં મામલો ગરમાયો:બનાવને પગલે પોલીસ મથકે ટોળે ટોળા ઉમટ્યા

ઝાલોદ:વરોડ ટોલનાકા પર સ્થાનિક પ્રજાજનો અને લીમડી પોલિસ મથકના પીઆઈ વચ્ચે તુંતું -મેંમેં થતાં મામલો ગરમાયો:બનાવને પગલે પોલીસ મથકે ટોળે ટોળા ઉમટ્યા
 સૌરભ ગેલોત @ લીમડી/હિરેન પંચાલ ઝાલોદ 

ઝાલોદ તાલુકાના લીમડી નજીક વરોડ ટોલનાકા પર સ્થાનિક પ્રજાજનો અને લીમડી પોલીસ મથકના પીઆઇ ઝાલા વચ્ચે તુંતું મેમે,બનાવને પગલે પોલીસ સ્ટેશને ટોળે ટોળા ઉમટ્યા

લીમડી તા.17

ઝાલોદના લીમડી નજીક  છેલ્લા કેટલાય સમયથી વિવાદમાં સપડાયેલ વરોડ  ટોલનાકા પર સ્થાનિકો પાસે ટોલ ઉઘરાવવા મુદ્દે સ્થાનિક પ્રજાજનો રજૂઆત કરવા ગયા હતા.જ્યાં ટોલકર્મી જોડે ચકમક ઝરતા મામલો લીમડી પોલીસ સ્ટેશને મામલો પહોંચ્યો હતો. જ્યાં પોલીસ તથા સ્થાનિક પ્રજાજનો વચ્ચે તુંતું મેંમે થતાં મામલો બિચકયો હતો.અને લીમડી પોલીસ સ્ટેશને ટોળે ટોળા ઉમટ્યા હતા. જો કે આ અંગે સમાધાન થતાં મામલો થાળે પડ્યો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર છેલ્લા કેટલાય સમયથી વિવાદનો વંટોળ સર્જતું લીમડી નજીક વરોડ ટોલબુથ પર સ્થાનિકો પાસે થી ટોલ ઉઘરાવવાનું ફરીથી શરૂ કરવામાં આવ્યું હતું.આ અંગે પંથકમાં વિરોધનો  માહોલ સર્જાતા, આ અંગે રજૂઆત કરવા સ્થાનિક પ્રજાજનોએ ટોલ બુથ પર રજૂઆત કરવા માટે ગયા હતા.જ્યાં ટોલ બુથના કર્મીઓ જોડે બોલચાલ થતા તેઓ એ લીમડી પોલીસનો સંપર્ક કર્યો હતો. જ્યાં રજૂઆત કરવા જતા પી.આઈ ઝાલા તથા સ્થાનિક પ્રજાજનો વચ્ચે ઉગ્ર  બોલાચાલી થઇ હતી.ત્યારબાદ સ્થાનિક પ્રજાજનો દ્વારા લીમડી પોલીસ મથકના પી.આઇ વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવે તેવી માંગ કરી હતી.જેને લીધે માહોલ ગરમાયો હતો. અને સ્થાનિક પ્રજાજનો ત્યાં જ ધરણાં પર બેસી જઈ અને પીઆઈ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.જેને લીધે લોકોના ટોળેટોળા લીમડી પોલીસ સ્ટેશને ભેગા થઈ ગયા હતા.અને મામલો વધુ વણસે તે પહેલા જિલ્લાની પોલીસ લીમડી ખાતે ખસેડી દેવામાં આવી હતી. આ અંગે ઉચ્ચ અધિકારીઓ યોગ્ય તપાસ કરવાની ખાત્રી આપતા. મામલો થાળે પડ્યો હતો. અને હાલ જિલ્લાના વાહનો ને ટોલ ચૂકવવા માટે મુક્તિ આપવામાં આવે તેવી માંગ પણ ઉઠી હતી.

error: Content is protected !!