Friday, 29/03/2024
Dark Mode

લીમડી પોલીસની જીપ બની એમ્બ્યુલન્સ:બાળ દર્દીને સરકારી વાહનમાં બેસાડી દાહોદ હોસ્પિટલ ખાતે સારવાર માટે મોકલી માનવતા મહેકાવી

લીમડી પોલીસની જીપ બની એમ્બ્યુલન્સ:બાળ દર્દીને સરકારી વાહનમાં બેસાડી દાહોદ હોસ્પિટલ ખાતે સારવાર માટે મોકલી માનવતા મહેકાવી

સૌરભ ગેલોત @ લીમડી

લીમડી પોલીસની જીપ બની એમ્બ્યુલન્સ અને બાળકને સારવાર માટે લઇ ગઇ
બાળદર્દીને તત્કાલ સારવારની જરૂરતને જોઇને પીઆઇએ પોલીસના વાહનમાં બેસાડી સારવારમાં ખસેડ્યો

લીમડી તા.07

કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે લાગુ કરવામાં આવેલા લોકડાઉનનો કડક અમલ કરાવી નાગરિકોનું સંરક્ષણ કરવા માટે દિનરાત એક કરી રહેલી દાહોદ જિલ્લા પોલીસ ઋજુ દિલથી કામ કરી રહી હોવાનો અહેસાસ કરાવતા એક કિસ્સામાં લીમડી પોલીસે એક બાળ દર્દીને સરકારી વાહનમાં બેસાડી દાહોદ હોસ્પિટલ ખાતે સારવાર માટે દાખલ કરાવ્યો હતો.
આ કિસ્સાની વિગતો એવી છે કે, લીમડી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ક્રિપાલસિંહ ઝાલા સવારના સાતે’ક વાગ્યે પોલીસ સ્ટેશનમાં પોતાની ફરજ બજાવી રહ્યા હતા, તે દરમિયાન પોલીસ સ્ટેશનના પાછળના વિસ્તારમાં રહેતા માંડવિયા પરિવારના એક સભ્ય નામે ચિરાગભાઇ આવ્યા હતા અને તેમણે પોતાની આપવીતી વર્ણવી હતી.
ચિરાગભાઇ માંડવિયાએ પોલીસ ઇન્સ્પેક્ટર સમક્ષ કહ્યું કે, તેમનો ભત્રીજો નાનો છે અને બિમાર પડી ગયો છે. તેને તત્કાલ હોસ્પિટલે દાખલ કરવો જરૂરી છે. વાહન માટે તપાસ કરી તો કોઇ વાહન મળી રહ્યું નથી. સંજોગો એવા ઉભા થયા છે કે લીમડીથી ચાલીને દાહોદ આવવું પડે એમ છે. જો એમ કરવામાં રહે તો બાળકની તબિયત મોડી સારવાર મળવાના કારણે વધુ ખરાબ થાય એમ છે. આમ કહી, ચિરાગભાઇએ પોલીસની મદદ માંગી.
પીઆઇ શ્રી ઝાલાએ સ્થિતિ અને સંજોગો બાળકની હકીકત જોઇ તો તેને વાસ્તવમાં સારવારની જરૂરત હતી. એટલે ઘડીને પણ વિલંબ કર્યા વિના પીઆઇએ પોલીસની જીપ આપી તેમાં બાળક અને તેની માતા, કાકાને બેસાડી દાહોદ ખાતે રવાના કર્યા હતા. સાથે, એક કોન્સ્ટેબલને પણ મોકલ્યો હતો.
આ જીપ એમ્બ્યુલન્સની જેમ દાહોદ ખાતે સંજીવની હોસ્પિટલ ખાતે આવી હતી અને ત્યાં બાળકને તેના પરિવાર સાથે ઉતારી હોસ્પિટલમાં દાખલ કરાવ્યો હતો. આમ, લોકડાઉનનો કડક અમલ કરાવતી દાહોદ પોલીસે માનવતાના સદ્દગુણો સાથે ફરજ બજાવી રહી છે.

error: Content is protected !!