Friday, 19/04/2024
Dark Mode

ફતેપુરા:15 વર્ષીય સગીરાનું અપહરણ:ઝાલોદ તાલુકાના ઢાઢીયા ગામના આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

ફતેપુરા:15 વર્ષીય સગીરાનું અપહરણ:ઝાલોદ તાલુકાના ઢાઢીયા ગામના આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

 બાબુ સોલંકી :- સુખસર 

ફતેપુરા તાલુકાની સગીરાનુ અપહરણ કરી જતા ઝાલોદ તાલુકાના ઢાઢીયા ગામના આરોપી વિરુદ્ધ ગુનો નોંધાયો,દુકાન ઉપર સામાન લેવા ગયેલી પંદર વર્ષ પાંચ માસની સગીરાનું અપહરણ કર્યું હતું.

( પ્રતિનિધિ ) સુખસર,તા.૧૮

સગીરાઓના વધતા જતા અપહરણ તથા બળાત્કાર જેવા કિસ્સાઓને ધ્યાને રાખી સરકાર દ્વારા અપહરણ તથા બળાત્કારનો ભોગ બનતી સગીરાઓની સલામતી માટે કાયદાકીય ગાળિયો મજબૂત બનાવ્યો છે.તેમ છતાં ફતેપુરા તાલુકામાં સગીરા ઓના અપહરણના બનતા કિસ્સાઓ અટકવાનું નામ લેતા નથી.જોકે ફતેપુરા તાલુકામાં સગીરાઓના અપહરણ થાય છે,ત્યારબાદ છોકરા- છોકરી પક્ષની પંચો મળી મોટાભાગના અપહરણ બનાવોમાં છોકરા પાસેથી દંડ લઈ સમાધાન કરી લેવામાં આવતું હોય અપહરણ કરી જનાર તત્વોને કાયદાનો ડર રહેતો નથી.જેના લીધે ફતેપુરા તાલુકામાં દિન-પ્રતિદિન સગીરાઓના અપહરણ બનાવો વધતા જઈ રહ્યા છે.ત્યારે આવા કિસ્સામાં સમાધાન ન થતાં કાયદાકીય કાર્યવાહી કરી દરેક સમાજમાં દાખલો બેસે તેવી ન્યાયિક કાર્યવાહી થવી પણ જરૂરી જણાય છે.મોટાભાગના અપહરણના બનાવોમાં પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવે છે.પરંતુ પોલીસને છોકરા-છોકરી પક્ષ દ્વારા માત્ર વચેટિયાની ભૂમિકા ખાતર વચ્ચે પાડી સમાધાન કરાવી લેવાતું હોવાનું મોટાભાગે જોવા અને જાણવા મળી રહ્યું છે.
જાણવા મળેલી વિગતો મુજબ ફતેપુરા તાલુકાના સુખસર પાસે આવેલ એક ગામની ૧૫ વર્ષ ૫ માસ ની સગીરા ૧૩ ઓકટોબર-૨૦ ના રોજ ગામમાં દુકાન ઉપર ઘર સામાન લેવા ગઈ હતી.તેવા સમયે ઝાલોદ તાલુકાના ઢાઢીયા ગામનો રહીશ કલ્પેશભાઈ સુરસીંગભાઈ ડામોર સગીરાને સમજાવી,પટાવી ફોસલાવીને તેના ઘરમાં પત્ની તરીકે રાખવાના ઈરાદાથી અપહરણ કરી ગયો હતો. જેની જાણ સગીરાના પરિવારને થતા સગીરાને પરત સોંપી દેવા જણાવવા છતાં સગીરાનો કબજો તેના પિતાને પરત નહીં સોંપતા તેની ૧૭ ઓક્ટોબર-૨૦ રોજ સુખસર પોલીસ સ્ટેશનમાં જાણ કરતા અપહરણકર્તાની વિરુદ્ધમાં અપહરણ તથા ગેરકાયદેસર ગોંધી રાખવા બાબતે અપહરણકાર કલ્પેશભાઈ સુરસીંગભાઈ ડામોર રહે. ઢાઢીયા,તાલુકો.ઝાલોદની વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.

error: Content is protected !!