
કપિલ સાધુ :- સંજેલી
સંજેલી તાલુકામાં વાવાઝોડા સાથે વરસાદ વરસતા ગ્રામ્ય વિસ્તારોમાં થયું નુકસાન,વાવાઝોડું અને વરસાદ આવતા ક્યાંક મકાનને નુકસાન થયું છે તો ક્યાંક રસ્તાઓ બંધ થયા હતા અને ઘણી જગ્યાઓ પર લાઈટ ના થાંભલા પડી જતા લાઈટ પણ બંધ થયું હતું.
સંજેલી તા.18
સંજેલી તાલુકામાં ગઇકાલે રાત્રીના સમયે વાવાઝોડાની સાથે વરસાદ વરસ્યો હતો.વરસાદ સાથે વાવાઝોડું ફૂંકાતાં ગ્રામ્ય વિસ્તારમાં રાત્રી દરમ્યાન લાઈટો બંધ થઈ ગઈ હતી.લાઈટો બંધ થતા વિધુત વિભાગના કર્મચારીઓ લાઈટ શરૂ કરવા માટે કામે લાગી ગયા હતા.વાવાઝોડામાં ભારે પવન ફુંકાતા રસ્તાઓ ઉપર વૃક્ષો પડી જતાં રાહદારીઓ તેમજ વાહન ચાલકોને જવા માટેના માર્ગ બંધ થઈ ગયા હતા .ત્યારે નજીકમાં વિસ્તારમાં રહેતા લોકો દ્વારા પણ વૃક્ષોને કાપી અને રસ્તાઓ પરથી હટાવવાની કામગીરી હાથ ધરી હતી.અને રસ્તાઓ ખુલા કરવામાં આવ્યા હતા ત્યારે સંજેલી તાલુકાના થાળા ગામે રાત્રિના સમયે વરસાદ પડતાની સાથે સાથે એક મોટું ઝાડ નજીકના આવેલ મકાન ઉપર જ પડી ગયું હતું.ત્યારે મકાનમાં રહેતા પરિવારના લોકોનો થોડી વાર માટે તો જીવ અધ્ધર થઈ ગયો હતો અને બધા ગભરાઈ ગયા હતા.બહાર આવી ને જોતા નજીકમાં જ આવેલું વૃક્ષ પોતાના ઘર ઉપર પડી ગયેલું જોવા મળ્યું હતું ત્યારે સદનસીબે ઘરમાં રહેતા સભ્યો ને કોઈ નુકસાન થયું ન હતું અને આબાદ બચાવ થયો હતો પરંતુ કાચુ મકાન હોવાના કારણે વૃક્ષ પડતા મકાન ને નુકસાન પહોંચ્યું હતું .