Saturday, 11/05/2024
Dark Mode

દે.બારીયા પાલિકામાં પ્રમુખ-ઉપ પ્રમુખની ચૂંટણીમાં ભાજપની ભવાઈ:ડો.ચાર્મી સોની માટે હવેલી લેવા જતા ગુજરાત ખોયું જેવો ઘાટ સર્જાયું:પ્રમુખપદ માટે બગાવત કરતા ઉપપ્રમુખ પદ ગુમાવવું પડ્યુ, ઉપપ્રમુખ પદ માટે ફરી બે લોકો દાવેદારી નોંધાવતા આખરે ગૌરાંગ પંડ્યાનો વિજય, ચૂંટણી હારેલા ડો.ચાર્મી સોનીના રાજ્ય કક્ષાના મંત્રી સામે ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપોથી ખળભળાટ

દે.બારીયા પાલિકામાં પ્રમુખ-ઉપ પ્રમુખની ચૂંટણીમાં ભાજપની ભવાઈ:ડો.ચાર્મી સોની માટે હવેલી લેવા જતા ગુજરાત ખોયું જેવો ઘાટ સર્જાયું:પ્રમુખપદ માટે બગાવત કરતા ઉપપ્રમુખ પદ ગુમાવવું પડ્યુ, ઉપપ્રમુખ પદ માટે ફરી બે લોકો દાવેદારી નોંધાવતા આખરે ગૌરાંગ પંડ્યાનો વિજય, ચૂંટણી હારેલા ડો.ચાર્મી સોનીના રાજ્ય કક્ષાના મંત્રી સામે ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપોથી ખળભળાટ

Editor in chief…Dr. bhavesh rathod 

દે.બારીયા પાલિકામાં પ્રમુખ-ઉપ પ્રમુખની ચૂંટણીમાં ભાજપની ભવાઈ:ડો.ચાર્મી સોની માટે હવેલી લેવા જતા ગુજરાત ખોયું જેવો ઘાટ સર્જાયું:પ્રમુખપદ માટે બગાવત કરતા ઉપપ્રમુખ પદ ગુમાવવું પડ્યુ, ઉપપ્રમુખ પદ માટે ફરી બે લોકો દાવેદારી નોંધાવતા આખરે ગૌરાંગ પંડ્યાનો વિજય, ચૂંટણી હારેલા ડો. ચાર્મી સોનીના રાજ્ય કક્ષાના મંત્રી સામે ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપોથી ખળભળાટ

દાહોદ તા.26

દે.બારીયા નગરપાલિકા સભાખંડમાં ગતરોજ પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી.જેમાં બીજેપી દ્વારા નગરપાલિકામાં સત્તા ટકાવી રાખવા કુલ ૨૪ બેઠકો અને દે.બારીયા નગરપાલિકાના 22 સભ્યોની પહેલેથી જ વાડાબંધી કરી દેવામાં આવી હતી.અને છેલ્લા એક મહિનાનાં સસ્પેન્સ બાદ ચૂંટણીના એક દિવસ પહેલાઅલગ સભ્યો દ્વારા વાડાબંધી કરાયેલા ૨૨ સભ્યોને રાજ્યકક્ષાના મંત્રી બચુભાઇ ખાબડની અધ્યક્ષતામાં યોજાયેલ મિટિંગમાં લાવવામાં આવ્યા હતા.અને પાલિકાની ચૂંટણીને લઈને વહીપ આપવામાં આવ્યુ હતું. અને ત્યારબાદ ચૂંટણીના દિવસે નગરપાલિકાના સભાખંડમાં યોજાયેલ ચૂંટણીમાં પ્રમુખ તરીકે દક્ષાબેન નાથાણી તેમજ ઉપપ્રમુખ તરીકે પૂર્વ પ્રમુખ ડો. ચાર્મી સોનીના નામનું મેન્ડેટ આવ્યું હતું.જોકે ડો.ચાર્મી સોનીએ ઉપ-પ્રમુખના મેન્ડેટનો અસ્વીકાર કરી પક્ષ જોડે બગાવત કરી પ્રમુખ તરીકે પોતાની દાવેદારી નોંધાવતા સભાખંડમાં હાજર ભારતીય જનતા પાર્ટીના સંગઠનના હોદ્દેદારો સહિત અન્ય સભ્યોમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.ત્યારબાદ યોજાયેલ ચૂંટણીમાં ડો.ચાર્મી સોની તેમજ દક્ષાબેન નાથાણીને સરખા વોટ મળ્યા હતા.અને ટાઈ થતાં એક તબક્કે ભારે રસાકસી જોવા મળી હતી.જોકે ચૂંટણી અધિકારીએ નિયમ પ્રમાણે ચિઠ્ઠી ઉછાળતા નસીબના જોરે દક્ષાબેન નાથાણી પ્રમુખ તરીકે જાહેર થતા ડો.ચાર્મી સોની સભાખંડમાંથી બહાર જતા રહ્યા હતા.જોકે પ્રમુખ બનવાની લાલચમાં ડો.ચાર્મી સોનીને ઉપપ્રમુખ તરીકેનો તાજ પણ ગુમાવવાનો વારો આવ્યો હતો.જોકે ત્યારબાદ ઉપ પ્રમુખ તરીકે પણ ભાજપના બે સભ્યોએ દાવેદારી નોંધાવતા નગરપાલિકા સભાખંડમાં ફરી એક વખત સન્નાટો વ્યાપી ગયો હતો.જોકે ઉપ પ્રમુખ તરીકે ગૌરાંગ પંડ્યા વિજેતા જાહેર થયા હતા.અને અક્ષય જૈનનો પરાજય થતાં તેઓ પણ સભાખંડમાંથી બહાર આવી ગયા હતા. અને ભાજપના ચાર્મીબેન સોનીએ મીડિયા સમક્ષ રાજ્યકક્ષાના મંત્રી બચુભાઈ ખાબડ વિરુદ્ધ ભ્રષ્ટાચાર સહિતના આક્ષેપો લગાવી મામલે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવાની ચીમકી આપતા જિલ્લાના રાજકારણમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.અને અને ભાજપના અક્ષય જૈન દ્વારા પણ પોતાના જ પક્ષના સંગઠનના હોદ્દેદારો વિરુદ્ધ ગંભીર આક્ષેપો લગાવ્યા હતા.

  • ભાજપના સભ્યો દ્વારા ભ્રષ્ટાચાર સહિતના ગંભીર આક્ષેપો લગાવતા શહેર સહીત જિલ્લાના રાજકારણમાં ખળભળાટ 

ભાજપના જ સભ્યો દ્વારા પોતાના જ પક્ષના મંત્રી વિરુદ્ધ આક્ષેપોથી જિલ્લામાં તરેહ તરેહની ચર્ચાઓએ જોર પકડ્યું છે.અત્રે ઉલ્લેખનીય છે કે આદિવાસી બાહુલ્ય ધરાવતા દાહોદ જિલ્લામાં કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકાર તરફથી વન બંધુ કલ્યાણ યોજના, મનરેગા સહિતની યોજનાઓમાં વિકાસ કામો માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવાય છે.ત્યારે ભાજપના સભ્યો ડો. ચાર્મી સોની દ્વારા પોતાના જ પક્ષના અને રાજ્ય સરકારમાં રાજ્ય કક્ષાનું મંત્રીપદ ભોગવી રહેલા બચુભાઈ ખાબડ વિરુદ્ધ મીડિયા સમક્ષ ભ્રષ્ટાચાર સહિતના ગંભીર આરોપ લગાવ્યા હતા.અને અન્ય સભ્યે પણ સંગઠનના હોદ્દેદારો વિરુદ્ધ મીડિયા સમક્ષ ગંભીર આક્ષેપો લગાવતા જિલ્લાના રાજકારણમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. ત્યારે આ બંને સભ્યો દ્વારા લગાવેલ આરોપમાંથી તથ્ય કેટલા ? જો નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ડો.ચાર્મી સોનીના આક્ષેપો અનુસાર જો મંત્રી વિરુદ્ધ ભ્રષ્ટાચાર સહિતની તપાસ કરવામાં આવે તે જનહિતમાં છે. અને આ આરોપો સાચા પડે તો પારદર્શિત વ્યવહાર અને ભ્રષ્ટાચાર વિરુદ્ધ ના નેમ સાથે દ્વારા ચાલતી કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકાર માથે એક મોટું કલંક લાગી જશે એમાં કોઈ બેમત નથી.જોકે આ મામલે અગાઉ પ્રમુખ તરીકે સત્તાનો સુખ ભોગવી ચૂકેલા ડો.ચાર્મી સોનીના કાર્યકાળ દરમિયાન થયેલા કામોની ઝીણવટ ભરી તેમાં તલસ્પર્શી તપાસ હાથ ધરવામાં આવે તો તેમાં પણ ગોટાળો બહાર આવે તેવી ચર્ચાઓએ શહેર સહિત જીલ્લામાં છુપા ગણગણાટ સાથેની ચર્ચાઓએ જોર પકડ્યું છે.

દાહોદ જિલ્લા કોંગ્રેસ પક્ષ દ્વારા આ મુદ્દે અકળ મૌન ધારણ કરતા જિલ્લાવાસીઓમાં અનેક તર્ક વિતર્કો વહેતા થયા 

ગઈકાલે ભાજપના સભ્યો દ્વારા મીડિયા સમક્ષ પોતાના પક્ષના રાજ્ય કક્ષાના મંત્રી બચુભાઈ ખાબડ તેમજ પાલિકાના હોદેદારો વિરુદ્ધ ભ્રષ્ટાચાર સહિતના આક્ષેપો લગાવતા દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિના હોદેદારો તેમજ આ વિસ્તારના કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા મુદ્દો બનાવી ભારે વિરોધ કરવાની જગ્યાએ અકળ મૌન ધારણ કરતા શહેર સહિત જિલ્લામાં અનેક તર્ક વિતર્કો વહેતા થવા પામ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે માત્રને માત્ર મીડિયા સમક્ષ ભાજપ સરકારના વિરોધમાં કાર્યક્રમ કરી વિરોધ પ્રદર્શિત કરનારા વિપક્ષી નેતાઓ આ મુદ્દે અકળ મૌન ધારણ કરી લેતા જિલ્લાવાસીઓમાં તરેહ તરેહની ચર્ચાએ જોર પકડયું છે.

રાજ્ય કક્ષાના મંત્રી બચુભાઇ ખાબડે કરોડો રૂપીયાના કૌભાંડના સોદાઓ કર્યા હોવાના ચાર્મિબેનના મિડીયા સમક્ષના આક્ષેપો 

દે.બારીઆ પાલીકા પ્રમુખ પદની ચૂંટણીમાં અંતે નસીબનો પણ જંગ હારી ગયેલા ડો.ચાર્મીબેન સોનીએ સભાખંડમાંથી બહાર આવ્યા બાદ મિડીયા સમક્ષ ગુજરાત ભા.જ.પ. સરકારના રાજયકક્ષાના મંત્રી બચુભાઈ ખાબડના કોંગ્રેસના બળવાખોર ઉમેદવારને ભા.જ .૫ .દ્વારા પસંદ કરવામાં આ રાજકીય દાવપેચોના ખેલોમાં કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર સામે ખૂલ્લો પડકાર ફેંકતા ચાર્મિબેનના પરાજયથી ખૂશખૂશાલ ચહેરાઓમાં સન્નાટો તો પ્રસરી ગયો હતો.પરંતુ મંત્રી આક્ષેપોથી ગુજરાતના સત્તાધારી ભા.જ.પ.ના રાજકારણમાં પણ આફતોના અંધાણો સર્જાઇ શકે એમ છે.મિડીયા સમક્ષ આપેલા ઇન્ટરવ્યુમાં ચાર્મિબેન સોનીએ જણાવ્યું હતું કે,પાર્લામેન્ટરી બોર્ડમાંથી ભા.જ.પ.નું કોઈ મેન્ડેટ નથી આવ્યું નથી પરંતુ મંત્રી બચુભાઇ ખાબડે પોતાના મેન્ડેટમાં કોંગ્રેસના સિમ્બોલ ઉપરથી ચૂંટાયેલા સદસ્ય દક્ષાબેન નાથાણીને ભા.જ.પ.ના ઉમેદવાર બનાવીને ભા.જ.પ.ના સદસ્યોની અવગણનાઓના આ ખેલમાં રાજય સરકારના મંત્રી બચુભાઇ ખાબડે કરોડો રૂપિયાના કૌભાંડ કર્યા છે.આ ઉઘરાણાઓના પુરાવાઓ મારી પાસે છે અને હવે હું મંત્રી સાહેબના આ કૌભાંડોને ખૂલ્લે પાડીશ આ જાહેર ઉચ્ચારણોના આક્ષેપોના ધજાગરા વચ્ચે તેઓ પ્રદેશ ભા.જ.પ.પ્રમુખ સી.આર.પાટીલ સમક્ષ રૂબરૂમાં રજુઆત કરવાનો આક્રોશ પણ વ્યકત કર્યો હતો .ઉપરાંત ચિઠ્ઠિ ઉછાળવાના મામલે પણ ચૂંટણી અધિકારીની નિષ્પક્ષતા સામે તેઓએ જણાવ્યું હતું કે ટાઇ બાદ જે ચિઠ્ઠીઓ લખે આ ચિઠ્ઠીઓ ઉપાડી શકે નહીં પરંતુ મંત્રી સાહેબના ઇશારામાં દક્ષાબેન નાથાણીનું જ નામ જાહેર થાય આ માટે ચિઠ્ઠીનો એક ખૂણો વાળી દેવામાં આવ્યો હતો !

દેવગઢ બારીયા નગરપાલિકા ના સુધરાઇ સભ્ય દ્વારા પોતાના જ પક્ષમાં અને ઉપપ્રમુખ તરીકે ચૂંટાયેલા સભ્ય તેમજ કારોબારી સભ્ય વિરૂદ્ધ કર્યા આક્ષેપો 

 નગરપાલિકા ના સુધરાઈ સભ્ય અક્ષય જૈનએ જણાવ્યું હતું કે  આજરોજ નગરપાલિકા સભાખંડમાં યોજાયેલ પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીમાં હાજર હતો. મારે અમારી જાણ મુજબ પાર્ટી તરફથી પ્રદેશ માંથી કોઈપણ જાતનું મેન્ડેટ આવ્યું નથી. અને અહીંના સ્થાનિક ભૂમાફિયાઓ જમીનચોરો અને ત્રણ વર્ષની સજા પામેલ સભ્યોના મિલીભગતથી કોંગ્રેસની ચૂંટાયેલી ઉમેદવાર એના નામનું બોગસ મેન્ડેટ આપી ભ્રમિત કર્યું છે. આખા દુનિયામાં મારી ભારતીય જનતા પાર્ટી છે.અને એમાં નાની નગરપાલિકામાં પૈસાના અને મંડળીઓની જમીનના કૌભાંડ કર્યું છે. જે અમને માન્ય નથી

error: Content is protected !!