Wednesday, 17/08/2022
Dark Mode

દાહોદ:ઇન્દોર-અમદાવાદ નેશનલ હાઇવે પર દાહોદ RTO ની ગાડીને નડ્યો અકસ્માત:ત્રણ વ્યક્તિઓ ઘાયલ

દાહોદ:ઇન્દોર-અમદાવાદ નેશનલ હાઇવે પર દાહોદ RTO ની ગાડીને નડ્યો અકસ્માત:ત્રણ વ્યક્તિઓ ઘાયલ

જીગ્નેશ બારીયા @ દાહોદ 

દાહોદ તા.૨૬
દાહોદ તાલુકાના રામપુરા ગામે હાઈવે રોડ ઉપર આર.ટી.ઓ.કચેરીના કર્મચારીની ગાડી અને એક રેકડા વચ્ચે માર્ગ અકસ્માત સર્જાયા આર.ટી.ઓ. કચેરીના કર્મચારી સહિત ત્રણ જણાને ઈજાઓ પહોંચતા નજીકના દવાખાને સારવાર હેઠળ ખસેડાયાનું જાણવા મળે છે.

મળતી પ્રાપ્ત વિગતો અનુસાર, આજરોજ બપોરના સમયે આર.ટી.ઓ.કચેરીના કર્મચારી પરમાર પોતાના કબજાની ફોર વ્હીલર ગાડી લઈ પસાર થઈ રહ્યા હતા.

મળતી માહિતી પ્રમાણે આ આર.ટી.ઓ.કર્મચારીની ફોર વ્હીલર ગાડી અને એક રેકડો સામ સામે આવી જતાં બંન્ને વાહનો ધડાકાભેર અથડાયા હતા. અને આર.ટી.ઓ.ના કર્મચારી પરમાર સહિત ત્રણ વ્યક્તિઓને ઈજાઓ થવા પામી હતી. ઘટનાને પગલે લોક ટોળા સ્થળ પર ઉમટી પડ્યા હતા અને ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલંશ સેવાને આ ઘટનાની જાણ કરતાં ૧૦૮ મારફતે ઈજાગ્રસ્ત ત્રણ વ્યક્તિઓને નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આર.ટી.ઓ.કચેરીના કર્મચારી પરમારની ગાડીનું ટાયર ફાટવાથી અને વાહનની વધુ પડતી ઝડપના કારણે આ માર્ગ અકસ્માત સર્જાયો હોવાની પણ ચર્ચાઓ ચાલી રહી છે.

error: Content is protected !!